Home /News /madhya-gujarat /

VADODARA: "Melodies of Colours" શીર્ષક હેઠળ પી. એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન

VADODARA: "Melodies of Colours" શીર્ષક હેઠળ પી. એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન

પી.એન.ગાડગીલ

પી.એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગૅલૅરી ખાતે ગ્રૂપ શોનું આયોજન.... 

શહેરના જેતલપુર રોડ ખાતે આવેલ પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે તારીખ 10 થી 15 મે સુધી મેલોડીસ ઓફ કલર શિર્ષક હેઠળ ત્રણ આર્ટિસ્ટના ગ્રૂપ શોનું આયોજન કરાયું છે.

    વડોદરા: સન્સ આર્ટ ગેલેરી (P.N.Gadgil Art Gallery) ખાતે તારીખ 10 થી 15 મે સુધી મેલોડીસ ઓફ કલર (Melodies of Colour) શિર્ષક હેઠળ ત્રણ આર્ટિસ્ટના ગ્રૂપ શોનું આયોજન કરાયું છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (The Maharaja Sayajirao University) ફાઈન આર્ટ્સ (Fine arts) ફેકલ્ટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર આર્ટિસ્ટ લતેશ નારવેકર અને અશ્વિની કેતકર સાથે સરદાર પટેલ યુનિ.માંથી પેન્ટિંગમા ડિપ્લોમા કરનાર આર્ટિસ્ટ વિજય કાછિયા દ્વારા 6 મહિનની મહેનતના અંતે તૈયાર કરાયેલા 50 જેટલા આર્ટવર્કને પ્રદર્શિત કરાયા છે.

    ભગવાન બુદ્ધના શરણે શાંતિની ખોજ કરી રહેલી મહિલાનું ચિત્રણ આકર્ષણનું કેન્દ્ર.

    પ્રદર્શનની વિશે માહિતી આપતા આર્ટિસ્ટ લતેષ નારવેકરે જણાવ્યું હતું કે, મેં સર્જન વિષય પર આર્ટવર્ક બનાવ્યા છે મારું માવવું છે કે, મહિલાઓ સતત કામ કરીને જ્યારે થાકી જાય છે ત્યારે તેઓએ શાંતિની ખોજમાં ભગવાનના શરણે જવું જોઈએ. આ વિષયને આવરી લેતા મેં ભગવાન બુદ્ધના શરણે શાંતિની ખોજ કરી રહેલી મહિલાનું ચિત્રણ કર્યું છે. આ સાથે આર્ટિસ્ટ વિજય કાછિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે મન મૂકીને વિશ્વની ચિંતા કર્યા વગર કુદરતના રંગમાં પોતે રંગાઈને બીજાને રંગે છે ત્યારે તેને પરમ આનંદની અનુભૂતિ થાય છે. તથા આર્ટિસ્ટ અશ્વિની કેતકરે જણાવ્યું હતું કે, મેં હ્યુમન ફિગર અને કુદરતની કળાને એબસ્ટ્રેક આર્ટવર્કમાં કંડારી છે.ઉલ્લેખનીય છે કે આર્ટ ગેલરીમાં મુકાયેલી તમામ પેઈન્ટિંગ જોવા જેવી છે.દરેક પેઈન્ટિંગ એક અનોખો મેસેજ આપી રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર