Home /News /madhya-gujarat /Vadodara: ફોટોગ્રાફરે એવી કમાલ કરી કે, આ સાડી અને જ્વેલરી જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

Vadodara: ફોટોગ્રાફરે એવી કમાલ કરી કે, આ સાડી અને જ્વેલરી જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

X
હેરિટેજ

હેરિટેજ હંમેશા જીવંત રહે તે હેતુસર આ પહેલ કરવામાં આવી છે.. 

વડોદરાનાં ફોટોગ્રાફર રાહુલ ગજ્જરે કમાલ કરી છે. તેમણે હેરિટેજ અને કલાકૃતિઓને જ્વેલરી અને વિવિધ વસ્તુઓમાં કંડારી છે. ઓરિસ્સા, બનારસ, કલકત્તાનાં કારીગરો કામ કરી રહ્યાં છે.

Nidhi Dave, Vadodara: આપણા હેરિટેજ વારસાને જીવંત રાખવા માટે વડોદરા શહેરના ફોટોગ્રાફરે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. ફોટોગ્રાફર રાહુલ ગજ્જરની હેરિટેજ અને તેની કલાકૃતિઓની ફોટોગ્રાફી પ્રસિદ્ધ છે જ, પરંતુ એની સાથે સાથે તે હેરિટેજ અને કલાકૃતિઓને જ્વેલરી અને વિવિધ વસ્તુઓમાં કંડારી રહ્યાં છે.

ફોટોગ્રાફર રાહુલ ગજ્જર છેલ્લા 40 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને વડોદરા નજીક આવેલા પાવાગઢ સ્થિત ચાંપાનેરની ફોટોગ્રાફી. આ હેરિટેજ ઇમારતોને ફોટોગ્રાફમાં કેદ ન રાખતાં તેને જનસામાન્ય સુધી પહોંચાડવામાં સફળ થયા છે. એમની સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર સોનલ મહેશ્વરીનો સહકાર પ્રાપ્ત થતા ઓમેસાની શરૂઆત કરી છે અને હવે ફક્ત ચાંપાનેર જ નહીં પરંતુ વિવિધ હેરિટેજ ઇમારતો અને કોતરણીઓને જીવંત રાખવા માટે એની પણ જ્વેલરી બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને મહિલાઓ હેરિટેજ જ્વેલરી અને સાડીઓથી આકર્ષિત થઈ રહી છે.

બજારમાં ક્યારેય આઉટ ફીટની મેચિંગ જ્વેલરી મળતી નથી

ઇન્ટિરિયર ડિઝાઇનર સોનલ મહેશ્વરીએ વિસ્તૃતમાં હેરિટેજ જવેલરી અને સાડીઓ વિશે જણાવ્યું હતું કે, બજારમાં ક્યારેય આઉટ ફીટની મેચિંગ જ્વેલરી મળતી નથી. પરંતુ અહીં જે ડિઝાઇનની સાડી હોય, એ જ ડિઝાઇનની મેચિંગ જ્વેલરી ઉપલબ્ધ છે. તેથી આ બાબત મહિલાઓને વધુ આકર્ષિત કરી રહી છે. ફક્ત જવેલરી અને સાડીઓ જ નહીં પરંતુ સિલ્ક અને કોટનના ઝભ્ભા પણ પુરુષો માટે ઉપલબ્ધ છે. જ્વેલરીમાં નેકલેસ, ઇયરિંગ્સ, વીંટી, બ્રેસલેટ, ચોકર, વગેરે અને સાડી ઉપરાંત સોલ પણ ઉપલબ્ધ છે.

ઓરિસ્સા, બનારસ, કલકત્તાથી કારીગરો મળ્યાં

ઘણા રિસર્ચ બાદ ઓરિસ્સા, બનારસ, કલકત્તા જેવા સ્થળો પર કારીગરોને મળ્યા અને શરૂઆત કરી. આ જવેલરી બનાવવા સ્ટેનલેસ સ્ટીલ, કોપર, બ્રાસના ઉપયોગ સાથે અને હવે સિલ્વર-ગોલ્ડની જ્વેલરી પણ બનાવી રહ્યા છે અને આ નવો અભિગમ ખૂબ જ મહત્વનો એટલા માટે છે કારણ કે, જે હેરિટેજને આપણે ગુમાવી રહ્યા છે અથવા તો લુપ્ત થઈ રહી છે, એવી વસ્તુઓ આવનારી પેઢી પણ જોવે અને હેરિટેજ હંમેશા જીવંત રહે તે હેતુસર આ પહેલ કરવામાં આવી છે. વધુ માહિતી અહીં મેળવી શકો છો: https://instagram.com/omessajewels?igshid=YmMyMTA2M2Y=
First published:

Tags: Local 18, Vadodara