સયાજીરાવ ગાયકવાડની 159મી જન્મ જયંતીએ ફોટો પ્રદર્શન, જોવા મળ્યો રોયલ નજારો
સયાજીરાવ ગાયકવાડની 159મી જન્મ જયંતીએ ફોટો પ્રદર્શન, જોવા મળ્યો રોયલ નજારો
વડોદરાના રાજા પર ફોટોપ્રદર્શન રાખવામાં આવ્યું,એને જોવા રાજપીપળાના રાજા પધાર્યા..
શહેરના કાલાઘોડા નજીક આવેલા વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ પર ઇતિહાસવિદ્ ચંદ્રશેખર પાટિલ દ્વારા વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની 159 જન્મ જયંતી નિમિત્તે ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા: શહેરના કાલાઘોડા (Kala Ghoda) નજીક આવેલા વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) યવતેશ્વર ઘાટ પર ઇતિહાસવિદ્ ચંદ્રશેખર પાટિલ દ્વારા વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની (Maharaja Sayajirao Gaekward) 159 જન્મ જયંતી નિમિત્તે ફોટો પ્રદર્શનનું (Photo Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. આ ફોટો પ્રદર્શનને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ખુલ્લુ મુકાયું હતું. તા.12 સુધી સવારે 10 થી 6 સુધી નગરજનો પ્રદર્શન નિહાળી શકશે. આ પ્રસંગે સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, વડોદરાના કેટલાક યુવકો અને સામાજિક સંસ્થાએ ભેગા મળી ઘાટનું નવનિર્માણ કર્યું છે. તે અભિનંદને પાત્ર છે.
તદુપરાંત આ ફોટો પ્રદર્શનમાં વડોદરા નજીક આવેલ રાજપીપળાના રાજકુમાર માનવેંદ્રસિંહ ગોહીલ પણ આવ્યા હતા. તેમણે આ ફોટો પ્રદર્શનને ખૂબ જ શાંતિથી નિહાળ્યું, તથા તમામ ફોટો વિશેની જાણકારી પણ મેળવી હતી. આ આખું ફોટો પ્રદર્શન મહારાજા સયાજીરાવ અને એમના પરિવાર વિશે છે. આ ફોટોગ્રાફ બીજે કશે જોવા નહીં મળે એવા છે. આ એક ખૂબ જ ગૌરવ અને ખુશીની વાત કહેવાય કે, વડોદરાના રાજા પર જે ફોટો પ્રદર્શન રાખવામાં આવ્યું છે, એને નિહાળવા રાજપીપળાના રાજા પધાર્યા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર