Home /News /madhya-gujarat /Vadodara: ગણેશોત્સવના વિવિધ પ્રસંગોને રજૂ કરતા પેઈન્ટિગનું પ્રદર્શન યોજાયું; જુઓ વીડિયો

Vadodara: ગણેશોત્સવના વિવિધ પ્રસંગોને રજૂ કરતા પેઈન્ટિગનું પ્રદર્શન યોજાયું; જુઓ વીડિયો

X
જેકી

જેકી પ્રજાપતિ દ્વારા ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન વિશેની તસવીરોનું પ્રદર્શન યોજાયું..

ગણેશ ઉત્સવના અલગ અલગ જગ્યાના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ફોટોગ્રાફર જેકી પ્રજાપતિ દ્વારા ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન વિશેની વડોદરા તથા મહારાષ્ટ્રની તસવીરોનું પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: ગણેશ ચતુર્થીએ ભારતના સૌથી પ્રખ્યાત તહેવારો માનો એક છે. ભારતના લોકો આ તહેવારની આખો વર્ષ અતૂરતાથી રાહ જુએ છે. જોકે તે આખા દેશમાં ઉજવવામાં પણ આવે છે. આ તહેવાર વિનાયક ચતુર્થી તરીકે પણ જાણીતો છે. જે ભગવાન ગણેશની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે. શાણપણ અને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ ભગવાન ગણેશની જન્મજયંતી હિન્દુમહિના દરમિયાન આવે છે. ભક્તો ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરીને અને 10દિવસ સુધી પ્રાર્થના કરીને ઉજવે છે.

    ગણેશ ઉત્સવના અલગ અલગ જગ્યાના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ફોટોગ્રાફર જેકી પ્રજાપતિ દ્વારા ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન વિશેની વડોદરા તથા મહારાષ્ટ્રની તસવીરોનું પ્રદર્શન જેતલપુર રોડ સ્થિત પી.એન.કારગિલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યો છે. કુલ 31 તસ્વીર પ્રદર્શનમાં મુકવામાં આવી છે. શહેરીજનો સવારના 11:00 કલાકથી સાંજના 8:00 કલાક દરમિયાન નિહાળી શકશે.

    આ પણ વાંચો : આ ગામનાં લોકોને રાંધણ ગેસ મફતમાં મળે છે, આ છે કારણ

    જેકી પ્રજાપતિએ જણાવ્યું કે, આ મારી 5 વર્ષની મહેનત છે. છેલ્લા 20 વર્ષથી હું ફોટોગ્રાફી કરી રહ્યો છે. આ એક એક ફોટોગ્રાફી કરતા આખો દિવસ પસાર થઈ જતો હોય છે. આ મારું પ્રથમ સોલો એક્ઝિબિશન છે. વર્ષ 2019માં મેં પ્રથમ વખત ગ્રૂપ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો, જેમાં મારી 5 તસવીરો મુકવામાં આવી હતી. હું સૌથી વધારે તહેવારોના ફોટોગ્રાફ્સ કિલક કરવાનું પસંદ કરું છું.
    First published:

    Tags: Art exhibitions, Art Gallery Exhibition, Vadodara

    विज्ञापन