Home /News /madhya-gujarat /VADODARA: પેટ ડોગે પોતાનું લોહી આપી બચાવ્યો સ્ટ્રીટ ડોગનો જીવ

VADODARA: પેટ ડોગે પોતાનું લોહી આપી બચાવ્યો સ્ટ્રીટ ડોગનો જીવ

X
શ્વાન

શ્વાન ઉપરાંત ગાય અને ભેંસને પણ અન્ય ગાય અને ભેંસનું લોહી ચડાવી શકાય છે..

એક માંદા શ્વાનની જિંદગી બચાવવા તંદુરસ્ત પાલતુ શ્વાનનું રક્ત (Blood donate) મેળવીને માંદા શ્વાનને ચઢાવવામાં આવ્યું.કુતરાઓમાં લોહીના 13 ગ્રુપ જોવા મળે છે.ગ્રુપનું વર્ગીકરણ DEA 1, 2, 3, 4, વગેરે અને એમાં પણ પોઝિટિવ - નેગેટિવ હોય છે.

નિધિ દવે, વડોદરા: એક માંદા શ્વાનની જિંદગી બચાવવા તંદુરસ્ત પાલતુ શ્વાનનું રક્ત (Blood donate) મેળવીને માંદા શ્વાનને ચઢાવવામાં આવ્યું હોય એવી એક ઘટના તાજેતરમાં વડોદરામાં બની છે. માનવ રક્તદાન (Human blood donation) આરોગ્ય સેવાઓ સાથે વણાઈ ગયું છે પરંતુ શ્વાન દ્વારા બીજા શ્વાન માટે રકતદાનની ઘટના અંગે સાંભળીને સ્વાભાવિક નવાઇ લાગે.

પાલતુ શ્વાન ડેઈઝીનું લોહી ખાનગી પશુ ચિકિત્સકની મદદથી માંદા કૂતરાને ચઢાવીને એની જિંદગી બચાવી

શહેરના વાડી વિસ્તારના શ્વેતા દુબે પ્રાણી કલ્યાણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં તેમને એક માંદા કૂતરાને લોહી ચઢાવવાની જરૂર હોવાથી મદદરૂપ બનવા એક પરિચિતે વિનંતી કરી હતી. તેઓ આમ તો અગાઉ આવા કિસ્સામાં તંદુરસ્ત શેરી કૂતરાઓનું રક્ત મેળવીને માંદા કૂતરાઓને ખાનગી પેટ ક્લિનિક્સની મદદથી ચઢાવવામાં મદદરૂપ બની ચૂક્યા હતા.જો કે હાલમાં એવો કોઈ શ્વાન ન મળતાં એમણે પોતાના પાલતુ શ્વાન ડેઈઝીનું લોહી ખાનગી પશુ ચિકિત્સકની મદદથી માંદા કૂતરાને ચઢાવીને એની જિંદગી બચાવી હતી. શ્વાનમાં લોહીની ઉણપને લીધે આરોગ્ય કથળ્યું હોય ત્યારે તેની તંદુરસ્તી માટે આ ઉપાય કરવામાં આવે છે અને પશુ ચિકિત્સા તેની છૂટ આપે છે.

માત્ર શ્વાન નહિ પણ ગાયને ગાયનું અને ભેંસને ભેંસનું લોહી પણ ચઢાવી શકાય છે :ડો. તેજસ શુક્લ

શ્વાનને શ્વાનનું રક્તદાન અંગે જાણકારી આપતાં વડોદરા જિલ્લા પંચાયતના મદદનીશ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લે જણાવ્યું કે, ખૂબ છૂટાછવાયા કેસોમાં આવી જરૂર પડે છે. માત્ર શ્વાન નહિ પણ ગાયને ગાયનું અને ભેંસને ભેંસનું લોહી પણ ચઢાવી શકાય છે. માનવ ચિકિત્સા વિજ્ઞાનને માત્ર પુરુષ અને સ્ત્રી એ બે પ્રજાતિની ચિકિત્સા કરવાની આવે છે. જયારે પશુ અને પ્રાણી જગતમાં પ્રજાતિઓની વિવિધતા અસંખ્ય છે એટલે એ વધુ વ્યાપક અભ્યાસ માંગી લે છે.શ્વાન રકતદાનના કિસ્સામાં પહેલીવાર લોહી ચઢાવવાનું હોય તો ગ્રૂપનું ક્રોસ ચેકીંગ કરવું જરૂરી નથી. ફક્ત દાતા શ્વાન તંદુરસ્ત અને ચેપમુકત હોવો જોઈએ અને લોહીની જરૂરી ચકાસણી કર્યા પછી ચઢાવી શકાય છે. જો કે બીજીવાર એ જ શ્વાનને રક્તદાન આપવું હોય તો દાતા શ્વાન સાથે બ્રીડ અને ગ્રૂપનું મેચિંગ કરવું અનિવાર્ય છે અન્યથા લોહી મેળવનારા શ્વાનની તંદુરસ્તીમાં ગૂંચવણો સર્જાઈ શકે છે.

કુતરાઓમાં લોહીના 13 ગ્રુપ જોવા મળે છે. કૂતરાઓને ગ્રુપનું વર્ગીકરણ DEA 1, 2, 3, 4, વગેરે અને એમાં પણ પોઝિટિવ - નેગેટિવ હોય છે.

પશુપાલનના ડોકટરે જણાવ્યું કે, કુતરાઓમાં લોહીના 13 ગ્રુપ જોવા મળે છે. કૂતરાઓને ગ્રુપનું વર્ગીકરણ DEA 1, 2, 3, 4, વગેરે અને એમાં પણ પોઝિટિવ - નેગેટિવ હોય છે. અને આ ગ્રૂપને સચોટ રીતે વર્ગીકરણ કરવું ખૂબ જ કઠિન અને ખર્ચાળ પણ હોય છે. એમ શ્વેતાની લાગણી છે કે શ્વાન જેવા પાલતુ જાનવરોની સારવાર/ ચિકિત્સા માટે વડોદરામાં રાઉન્ડ ધી કલોક સેવા આપે એવા પેટ કલીનિકની અને રક્તદાન પ્રવૃત્તિઓની જરૂર છે.

વડોદરામાં પશુ ચિકિત્સા માટેની રેફરલ સિવિલ હોસ્પિટલ છે.

રાજ્ય સરકારના પશુપાલન વિભાગે વડોદરા સહિત રાજ્યના તમામજિલ્લાઓમાં તાલુકા અને ગ્રામ કક્ષાએ પશુ ચિકિત્સાલયોની સાંકળ બનાવી છે. વડોદરામાં પશુ ચિકિત્સા માટેની રેફરલ સિવિલ હોસ્પિટલ છે. ગ્રામ અને તાલુકા કક્ષાએ પશુ સારવારના ગૂંચવાડા ભરેલા કેસો અનિવાર્ય સંજોગોમાં વડોદરાના પોલિકલીનિક માં રિફર કરવામાં આવે છે. અને જરૂરિયાતના સંજોગોમાં આણંદની પશુ ચિકિત્સા મહા વિદ્યાલય સાથે સંલગ્ન હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવે છે. 1962 જેવી અને મોબાઈલ પશુ ચિકિત્સા સુવિધા પણ ઉપલબ્ધ છે.
First published:

Tags: Gujarat News, Vadodra News

विज्ञापन