Home /News /madhya-gujarat /

VADODARA: અહીંના લોકો માટે, 'જળ એ જ જીવન, જળ એ જ બીમારી'

VADODARA: અહીંના લોકો માટે, 'જળ એ જ જીવન, જળ એ જ બીમારી'

ગંદા

ગંદા પાણીના કારણે અનેક લોકો બીમાર પડ્યા...

વડોદરાના કલ્યાણ નગરમાં ગંદકીનું સામ્રાજ્ય થતા વિસ્તારમાં મેલેરીયા, ટાઈફોડ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગથી લોકો પીડાઈ રહ્યા છે.સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી.

    વડોદરા: એક તરફ સ્માર્ટ સિટી (Smart city) અને બીજી તરફ શહેરમાં ગંદકીનો સામ્રાજ્ય.જો ખરેખર શહેરમાં થતી કામગીનું પરિણામ જોવુંહોય તો એ ચોમાસાની ઋતુ દરમિયાન જ જોવા મળતીહોય છે. ચોમાસાની ઋતુમાં (Monsoon) જ ખબર પડતી હોય છે કે પાલિકા (Vadodara Corporation) દ્વારા કેટલા કામો કરવામાં આવ્યા છે અને કેટલા બાકી રાખવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો શહેરના સ્લમ વિસ્તારોમાં કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. આ વિસ્તારમાં રહેનારા માણસો જ છે છતાં પણ એમની સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે.

    ગંદકી તથા ગંદા પાણીના કારણે અનેક લોકો બીમાર પડ્યા છે. સાફ-સફાઈ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાનો ભય

    વડોદરાના કલ્યાણ નગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. ગટરના પાણી રોડ પર જ ભરાયેલા રહે છે. ગંદકી તથા ગંદા પાણીના કારણે અનેક લોકો બીમાર પડ્યા છે. સાફ-સફાઈ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાનો ભય અહીંના રહેવાસીને રહેલો છે. કોર્પોરેશન અહીંના લોકોની વાત સાંભળતી નથી કે કોઈ અહીંના લોકોની સમસ્યાનું નિવારણ લાવતા નથી, આ બાબત પર સ્થાનિક લોકોમાં રોષ જોવ મળ્યો.

    સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા સ્મસ્યાની સ્થિતિ જેશે જેવી

    સ્થાનિકોએ જણાવ્યું કે,અમે ગટરનો તથા પાણીનો વેરો ભરવા પણ તૈયાર છે છતાં પણ અહીં પાલિકા દ્વારા ગટર લાઈન નાખવામાં આવી રહી નથી. દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અમારા કરવો પડતો હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી. ગંદા પાણીને કારણે ઘરે-ઘરે લોકો બીમાર થયા છે. મેલેરીયા, ટાઈફોડ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગ લોકોને થઈ રહ્યા છે. તથા જો આ આવી જ સમસ્યા રહેશે તો ગંદા પાણીને કારણે કોલેરા પણ ફાટી નીકળવાનો ભય અમને રહેલો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Drinking water, Gujarat News, Vadoadara News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन