Home /News /madhya-gujarat /વડોદરા: પુરા સર્કલ પાસે દીપડો દેખાયાની લોકોમાં આશંકાઓ, વન વિભાગ દ્વારા ડ્રોનથી શોધખોળ હાથ ધરાઈ

વડોદરા: પુરા સર્કલ પાસે દીપડો દેખાયાની લોકોમાં આશંકાઓ, વન વિભાગ દ્વારા ડ્રોનથી શોધખોળ હાથ ધરાઈ

શહેરમાં દિપડો દેખાયાની આશંકા( પ્રતિકાત્મક કસવીર)

Vadodara Leopard Sighting: વડોદરા શહેરમાં દિપડો જોવા મળ્યો હોવાની લોકોને આશંકા, વન વિભાગ દ્વારા ડ્રોન ચલાવીને દિપડાની શોધખોળ હાથ ધરાઈ, શહેરના લોકોમાં ભારે દહેશત

    વડોદારાઃ શહેરમાં દીપડો જોવા મળ્યો હોવાની લોકોને આશંકા થઈ રહી છે. વડોદરામાં દીપડો દેખાયો હોવાની ચર્ચાએ ચારેય બાજુથી ભારે જોર પકડ્યુ છે. વડોદરામાં આવેલા પુરા સર્કલ પાસે દીપડો જોવા મળ્યાની ચર્ચાઓ થઈ રહી છે. વડોદરા શહેરના લોકોમાં અત્યારે ભારે દહેશત જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ વડોદરા વન વિભાગને કરવામાં આવી છે. જેથી વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

    લોકોની આશંકાના આધારે તપાસ હાથ ધરાઈ


    મળતી માહિતી પ્રમાણે હાલ વન વિભાગે શહેરમાં ડ્રોન ઉડાવીને દીપડાને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, લોકોમાં આશંકા છે કે, શહેરમાં દીપડો ફરી રહ્યો છે. આ માટે કોઈ ચોક્કસ પુરાવા હાથ લાગ્યા નથી. લોકોની આશંકાના આધારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વિવિધ જગ્યાએ દીપડો દેખાયાની ઘટનાઓ બની ચુકી છે. જે બાદ વન વિભાગે તે દિશામાં તપાસ હાથ ધરીને દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન પણ કર્યું હતુ.

    શહેરમાં દીપડો આવતા લોકોમાં ભયનો માહોલ


    ઉલ્લેખનીય છે કે, દીપડો દેખવાની ઘટનાઓ હવે વધવા લાગી છે, દીપડાઓ હવે પોતાનો વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારોમાં આવવા લાગ્યા છે. જેના કારણે હાલ લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયેલા રહે છે. આખરે શા કરણે જંગલી પ્રાણીઓ પોતાનો રહેણાક વિસ્તાર છોડીને શહેરો તરફ આવવા લાગ્યા છે. જે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. સ્વભાવિક છે કે, આપણે જંગલોને બરબાદ કરવામાં કોઈ કસર નથી છોડી. જેથી જંગલના પ્રાણીઓ હવે શહેરો તરફ આવવા લાગ્યા છે.

    પ્રાણીઓ શહેરોમાં આવતા લોકોમાં પણ ભયનો માહોલ


    રાજ્યમાં ઘણી જગ્યાએ જંગલી પ્રાણીઓ જેવાકે, દીપડો, સિંહ અને અન્ય જંગણી પ્રાણીઓ. આ પ્રાણીઓ શહેરોમાં આવતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયેલો છે. સ્વભાવિક છે કે, તે પ્રાણીઓ શહેર કે, ગામડામાં આવીને જાનમાલને નુકશાન પહોચાડી શકે છે. જેથી લોકો હાલ ડરેલી હાલતમાં ફરે છે. આ તમામ ઘટનાઓ બાદ વન વિભાગ પણ પોતાની તપાસ વધારી રહ્યુ છે. જેથી સત્વરે દીપડા જેવા જંગલી પ્રાણીઓને પકડીને ફરી પાછા જંગલમાં મોકલી શકાય. લોકોને હાલ અફવાઓથી દૂર રહેવા માટે જણાવા આવ્યું છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Leopard, Vadodara, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन