Home /News /madhya-gujarat /

Vadodara news: corona અને ઉજવણી વચ્ચે રાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું પેટ્રોલિંગ અને કડક ચેકિંગ

Vadodara news: corona અને ઉજવણી વચ્ચે રાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું પેટ્રોલિંગ અને કડક ચેકિંગ

વડોદરા

વડોદરા શહેર - જિલ્લામાં 75 જેટલા પીધેલા ઝડપાયા હતા.

vadodara crime news: નવા વર્ષે 12 કલાકે ઘણી જગ્યા એ આતશબાજી કરી નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસો દ્વારા પીધેલા લોકો પર આતશબાજી જમાવીને ફટકો આપ્યો હતો. સીટી પોલીસ દ્વારા સખ્તાઇ રાખવામાં આવી હતી.

  Vadodara news: શહેરમાં વધતા જતા કોરોનાના કેસો તથા કરફ્યુના (curfew) કારણે આ વર્ષે પણ 31st ડીસેમ્બરની ઉજવણી (31st december celebration) મોકૂફ રહી હતી. તેમ છત્તા પણ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેના કારણે ગઈકાલે સીટી પોલીસ દ્વારા 10 વાગ્યાથી ચેકીંગ (police cheaking) શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં પોલીસોએ રાત્રે 10:30 વાગ્યામાં જ લોકોને ખદેડવાનું શરૂ કર્યું અને બ્રેથ એનેલાઈઝર (Breath Analyzer) દ્વારા રસ્તે નીકળતા એક એક લોકીને પકડીને તપાસમાં આવ્યા હતા.

  નવા વર્ષે 12 કલાકે ઘણી જગ્યા એ આતશબાજી કરી નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસો દ્વારા પીધેલા લોકો પર આતશબાજી જમાવીને ફટકો આપ્યો હતો. સીટી પોલીસ દ્વારા સખ્તાઇ રાખવામાં આવી હતી. કારણકે, થોડી પણ ઢીલાશ છોડવામાં આવત તો લોકો બેકાબુ થઈ જાત અને હાલની પરિસ્થિતિ પણ સારી નથી.

  કોરોના વાઈરસ પહેલા ફતેગંજ વિસ્તાર ઉપરાંત વડોદરા ગ્રામ્યના ફાર્મ હાઉસો, હોટલો, પાર્ટી પ્લોટો તથા બાંગ્લાઓમાં રંગેચંગે ઉજવણીઓ થતી હતી. નવા વર્ષને વધાવવા મોટી સંખ્યામાં લોકટોળાં એકઠાં થતાં હોવાથી અલગ જ રોનક જોવા મળતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી શહેરમાં લોકો કોરોના વાઈરસને કારણે થર્ટી ફર્સ્ટની ઉજવણી લોકો કરી શક્યા નથી. ગઈકાલે પણ થર્ટી ફર્સ્ટની નિરસ ઉજવણી રહી હતી.

  આ પણ વાંચોઃ-Surendranagar: ખાંડિયામાં યુવકની કપડાની દોરી વડે ગળેટુંપો આપીને કરાઈ હતી હત્યા, મોતનું રહસ્ય ઘેરાયું

  વડોદરા શહેર - જિલ્લામાં 75 જેટલા પીધેલા ઝડપાયા હતા. પોલીસે થર્ટી ફર્સ્ટને લઈ દારૂનો નશો કરતાં નશેબાજોને પકડવા માટે ઠેરઠેર બ્રેથ એનેલાઈઝરની મદદથી ચેકિંગ કર્યું હતું. જેમાં જિલ્લા પોલીસે દારૂનો નશો કરેલી હાલતમાં 15 આરોપીને પકડ્યા હતા. જ્યારે 42 પ્રોહિબીશનના કેસ કર્યા હતા. શહેર પોલીસે ડ્રીક એન્ડ ડ્રાઈવના 10 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે 50 જેટલા શખસો દારૂનો નશો કરેલી હાલતમાં તથા દારૂ સાથે પકડાયા હતા, તેમ જેસીપી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

  તદુપરાંત એસીપી અમિતા વાનાણી, ટ્રાફિક શાખાઓ દ્રારા ટ્રાફિક પૂર્વ ઝોન વિસ્તારમાં 31 ડિસેમ્બર અનુસંધાને પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ 37 પોઈન્ટ તથા કુલ 6 શહેર વિસ્તારમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો તથા બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ અધિકારી / કર્મચારીઓ દ્રારા કુલ- 17 બ્રેથ એનેલાઈઝર મશીનો સાથે ડ્રન્ક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે 1700 થી વધુ વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ.

  આ પણ વાંચોઃ-Mehsana news: બહુચરાજીમાં શિક્ષકે ચાલુ શાળાએ દવા પીધી, પ્રિન્સિપાલનું લેવાયું રાજીનામું

  ફતેગંજ શી ટીમ તથા સયાજીગંજ શી ટીમ તથા શી ટીમ ના 10 મહીલા કર્મચારી સાથે ફતેહગંજ વિસ્તાર તથા સયાજીગંજ પો.સ્ટે. વિસ્તારમાં શી ટીમ દ્વારા બાઇક પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં ફતેહગંજ પો.સ્ટે. થી છાણી જકાત નાકા સર્કલ થી મિલેટ્રીબોયઝ સકર્લથી ડાબી બાજુ અભિલાષા ચાર રસ્તા સર્કલથી હેડ ગેવાર બાગ થી રિલાયંસ ફ્રેસથી જમણી બાજુ નાનુભાઇ ટાવર થી મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડથી મહેસાણાનગર સર્કલથી ડીલક્ષ ચાર રસ્તાથી નિઝામપુરા રોડ થી ફતેહગંજ સર્કલ થી જુનાવુડા સર્કલ થી સયાજીગંજ પો.સ્ટે . વિસ્તારના નરહરી સર્કલ થી કમાટીબાગ થી કાલાઘોડા સર્કલ થી અલકાપુરી થઇ રેસકોર્સ સર્કલથી ડાબી બાજુ સયાજીગંજ પો.સ્ટે . આવી બાઇક પેટ્રોલીંગ સફળતા પુર્વક પુર્ણ કરવામાં આવ્યું હતું.
  Published by:ankit patel
  First published:

  Tags: 31st december, Crime news, Gujarati News News, Vadodara City News

  આગામી સમાચાર