વડોદરાઃ અત્યારના સમયમાં પતિ, પત્ની ઔર વોનો (Pati patni aur woh) કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે ત્યારે વડોદરામાં (vadodara news) પણ પતિ, પત્ની ઔર વોનો હાઇપ્રોફાઈલ કેસ (highprofe case) પોલીસ ચોપડે નોંધાયો છે. અહીં વડોદરામાં GST ભવનમાં (vadodara GST bhavan) ફરજ બજાવતી પત્ની સાથે બેડરૂમમાંથી જીએસટીનો ઉચ્ચ અધિકારી કઢંગી હાલતમાં (officer caught with wife in bedroom) ઝડપાયો હતો. પતિએ પત્ની અને અધિકારીને બેડરૂમમાં રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જોકે, અધિકારીની ઉપસ્થિતિ અંગે પૂછતાં અધિકારીએ યુવકને લાફા ઝિંકી દીધી હતા. આ અંગે યુવકે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં (JP road police station) ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે મૂળ હરિયાણાના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતા રાકેશભાઈ (નામ બદલ્યુ છે) જીએસટી ભવનમાં જીએસટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2018 દરમિયાન તેમને સહકર્મી અને જીએસટી ઇન્સ્પેક્ટર અંજલી (નામ બદલ્યું છે) સાથે પ્રેમ થતાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતા. જોકે, લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે કોઈના કોઈ કારણસર ઝઘડો થતો હતો. જેના કારણે પતિ પત્ની બંને અલગ રહેવા લાગ્યા હતા.
શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પત્નીના ઘરે છાસવારે યુવકોની આવનજાવન રહેતી હતી. આ જોઈને અલગ રહેતો પતિ રાકેશ જોઈ શક્તો ન હતો. આથી જસવંતે પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઉલ્ટા ચોર કોતવાલકો ડાંટે જેવો ઘાટ થતો હતો. પત્ની જસવંતને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી.
એક દિવસે પત્ની અંજલીના ઘરે પહોંચેલા રિતેશે બંધ દરવાજો ખખડાવતા અંજલીએ દરવાજો ખોલ્યો હતો. પત્નીના બેડરૂમમાં જીએસટી વિભાગમાં ફરજ બજાવતા અધિક્ષક જશવંતકુમાર ચાલ્યા કઢંગી હાલતમાં સૂતેલો જોવા મળ્યા હતો. બેડરૂમમાં મળી આવેલા જશવંતકુમારને બેડરૂમમાં હાજરી બાબતે પૂછ્યું હતું.
" isDesktop="true" id="1124969" >
ત્યારે અધિકારીએ તેણે જણાવ્યું હતું કે, તું કોણ પૂછનાર છે. હું તારો સાહેબ છું, તેમ કહી અપશબ્દો બોલી લાફા ઝીંકી દીધા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે. તારાથી જે થાય તે કરી લે અને જો અમારી બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું.
ત્યાર બાદ રાકેશે આ અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં જશવંતકુમાર ચાલ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે વિરૂદ્ધ મારામારીને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.