Home /News /madhya-gujarat /

ગોધરાઃ પારૂલ યુનિ.માં જનરલ નર્સિગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની નો આપઘાતનો મામલો, મૃતકની માતાએ જયેશ પટેલ ઉપર કર્યા ગંભીર આક્ષેપ

ગોધરાઃ પારૂલ યુનિ.માં જનરલ નર્સિગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની નો આપઘાતનો મામલો, મૃતકની માતાએ જયેશ પટેલ ઉપર કર્યા ગંભીર આક્ષેપ

ગોધરાના રતનપુર ગામની જનરલ નર્સિગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કિંજલ પરમારની આત્મહત્યાના મામલામાં વિદ્યાર્થીની ની માતા દ્વારા જયેશ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગોધરાના રતનપુર ગામની જનરલ નર્સિગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કિંજલ પરમારની આત્મહત્યાના મામલામાં વિદ્યાર્થીની ની માતા દ્વારા જયેશ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
ગોધરા# ગોધરાના રતનપુર ગામની જનરલ નર્સિગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કિંજલ પરમારની આત્મહત્યાના મામલામાં વિદ્યાર્થીની ની માતા દ્વારા જયેશ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગત ડિસેમ્બર 2015માં પારૂલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતી કિંજલ પરમારનો મૃતદેહ ગર્લ્સ હોસ્ટેલની રૂમમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ તેના માતા-પિતાને કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા આત્મહત્યા કરી હોવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. જેમાં અમને હત્યાની આશંકા હોવા છતાં સમગ્ર તપાસ દરમિયાન પોલીસે તપાસમાં સહકાર ન આપ્યો હોવાનો વિદ્યાર્થિનીની માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતુ.

ઉપરાંત આ મામલે હત્યાની આશંકા હોઈ જયેશ પટેલનો સહકાર માંગતા તેમણે કહ્યું હતુ કે, મારી સંસ્થા પર લાંછન લાગે એવું થશે તો તમારી પર 1 કરોડનો દાવો કરીશ. ઉપરાંત એડવાન્સ ભરેલી ફી પછી માંગતા તે પણ આપી નહોતી. આમ વિદ્યાર્થીનીની આત્મહત્યાના મામલામાં વિદ્યાર્થીનીની માતા દ્વારા ચોંકાવનારા આક્ષેપો કરી સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
First published:

Tags: આક્ષેપ, જયેશ પટેલ, માતા, મૃતક, વિદ્યાર્થીની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन