Home /News /madhya-gujarat /

વડોદરા: પરિવાર ફાઉન્ડેશન દ્વારા દિવાળીમાં સ્થાનિકોને રોજગારી આપવાનો અનોખો પ્રયત્ન 

વડોદરા: પરિવાર ફાઉન્ડેશન દ્વારા દિવાળીમાં સ્થાનિકોને રોજગારી આપવાનો અનોખો પ્રયત્ન 

દિવાળીમાં

દિવાળીમાં સ્થાનિકોને રોજગારી

શહેરના પરિવાર ફાઉન્ડેશન દ્વારા દિવાળીમાં લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવો, દેશ બચાવોના અભિગમ સાથે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

    વડોદરાઃ શહેરના પરિવાર ફાઉન્ડેશન દ્વારા દિવાળીમાં લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવો, દેશ બચાવોના અભિગમ સાથે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુસર વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયેલાં માટીના ઈકો ફ્રેન્ડલી ફટાકડાં પુનઃ બનાવડાવવામાં આવ્યાં છે.

    જે વિશે માહિતિ આપતાં પરિવાર ફાઉન્ડેશનના સંસ્થાપક નિત્તલભાઈ ગાંધીએ કહ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લાં 12 વર્ષથી શહેરમાં વિવિધ સામાજિક કાર્યો કરે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકલ ફોર વોકલને પ્રમોટ કરી તેના થકી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવો છે. આ વર્ષે અમે દિવાળીમાં પ્રજાપતિ સમાજ તેમજ અન્ય લોકોને રોજગારી મળે તે હેતુસર તેમની પાસેથી માટીની કોઠી, કાગળમાંથી બનતી ભોંય ચકરડી તેમજ વાંસની 4 ફુટની હાથ ચકરડી બનાવડાવી છે. જેમાં વપરાતો દારુખાનો પણ સ્થાનિક લોકો પાસેથી જ બનાવડાવ્યો છે.

    7થી 8 પરિવારોને રોજગારીની નવીન તકો મળી છે. અમે તેમની પાસેથી માટીની 8 વિવિધ પ્રકારની કોઠીઓ બનાવડાવી છે. જે માટે તેમને યોગ્ય મહેનતાણું ચૂકવાયું છે. આ એવાં ઈકો ફ્રેન્ડલી ફટાકડાં છે, જે તેમને 20 વર્ષ પહેલાં બનાવવાનું છોડી દીધું હતું. હાલ ચાઈનીઝ ફટાકડાંના ચલણથી હવાનું પ્રદુષણ પણ દિન - પ્રતિદિન વધી રહ્યું છે. તેવામાં ઈકો ફ્રેન્ડલી ફટકડાંથી હવાનું પ્રદુપણ પણ ઘટશે.

    કાગળમાંથી બનતી વાંસની ચકરડી સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલિ રીતે તૈયાર કરાય છે. આ ઈકોફ્રેન્ડલી ફટાકડામાં બાળકોની સુરક્ષાનું સંપૂર્ણપણે ધ્યાન રાખ્યું છે. કાગળમાથી બનતી ભોંય ચકરડી એટલે કે જેને સાદી ભાષામાં રોટોલો કહેવાય છે. તે કાગળમાંથી બનાવાઈ છે. જ્યારે વાસમાંથી 4 ફૂટની ચકરડી બનાવાઈ છે, જેને બાળકો સરળતાથી સળગાવી ફેંકી શકે છે.

    2. શહેરની ઐતિહાસિક ઇમારતોના પેઇન્ટિંગ વર્કશોપનું આજરોજ સમાપન, વિજેતાઓને સમ્માનિત કરવામાં આવ્યા...

    આજરોજ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં ચાલી રહેલા છેલ્લા સાત દિવસીય વોટર કલરના વર્કશોપનું આજ સમાપન થયું. તથા જે વર્કશોપમાં ભાગ લેનાર તમામ આર્ટિસ્ટના કામને પ્રદર્શિત કરવામાં આવ્યા. જેમાં શહેરની ઐતિહાસિક ઇમારતોનું આબેહૂબ વર્ણન કરવામાં આવેલ. સાંસ્કૃતિક વિભાગ કેન્દ્ર સરકાર અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપ યોજવામાં આવેલ હતો.
    First published:

    Tags: Gujarati News News, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन