નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બાળકોમાં સ્ક્રીન એડિક્શનના કારણો અને તેનો ઉકેલ શોધ્યા છે. 25 વિદ્યાર્થીઓના જૂથે વડોદરામાં લગભગ 295 વાલીઓ સાથે મુલાકાત કરી હતી અને સર્વેક્ષણ કર્યું હતું.
Nidhi Dave, Vadodara: બાળકોમાં સ્ક્રીનનું વ્યસન એ આજના સમયમાં સૌથી મોટી ચિંતા છે. આવા ઝડપી વિશ્વમાં અને ઓછા કૌટુંબિક સમયમાં, માતાપિતા તેમના બાળકોને ઉછેરવા માટે મોબાઇલનો ઉકેલ શોધે છે. પરંતુ બાળકોના મન પર સ્ક્રીનની અસર અને સ્ક્રીનનો કેટલો પૂરતો સમય છે, તે વિશે સમજવાની જરૂર છે. કારણ કે સંશોધન સૂચવે છે કે ઑફલાઇન અને ઑફ-સ્ક્રીન બાળકોના વિકાસ માટે, તેમની કુશળતા સુધારવા અને તેમને યોગ્ય બનાવવા માટે જરૂરી છે.
આ જ વિષયના આધારે ડો. રૂષિત દુબલના માર્ગદર્શન હેઠળ નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બાળકોમાં સ્ક્રીનના વ્યસનના કારણોને સમજવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો. જેમાં 25 વિદ્યાર્થીઓના જૂથે વડોદરામાં લગભગ 295 વાલીઓ સાથે મુલાકાત કરી, માતાપિતાની વ્યસ્ત જીવનશૈલીને કારણે 1.5 થી 6.5 વર્ષના બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધવાના કારણો અને તેની લાંબા ગાળાની અસર જાણવા મળી છે.
વૃદ્ધો બાળકો સાથે શારીરિક પ્રવૃત્તિઓમાં ઓછો ભાગ છે
ડો. રૂષિત દુબલે જણાવ્યું હતું કે, આ કદાચ પ્રથમ વખત છે કે તેઓ આ પ્રકારનું સર્વેક્ષણ કર્યું છે અને સંભવિત ઉકેલોની શીટ તૈયાર કરી છે. ઓછી આવક ધરાવતા જૂથોમાં અમને સ્ક્રીનનો સમય ઓછો લાગે છે કારણ કે તેમની પાસે સ્માર્ટ ફોન નથી અને વધુ કમાતા પરિવારોમાં તેનો વપરાશ વધુ છે. પરિવારોમાં વૃદ્ધો પણ યોગદાન આપતા નથી. કારણ કે તેઓ પોતે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને ઘરે બાળકો સાથે શારીરિક પ્રવૃત્તિઓમાં ઓછો ભાગ લે છે.
આ બાબતો બાળકોનો સ્ક્રીન સમય મર્યાદિત કરવામાં મદદ કરી શકે:
"50% વપરાશ યુટ્યુબનો છે અને જો માતા-પિતા યુટ્યુબના પિક્સેલને 144 કરશે, વિડિયોની ગુણવત્તા અસ્પષ્ટ થશે અને આખરે બાળકને સ્ક્રીન તરફ જોવામાં ઓછો રસ રહેશે. બ્લેક એન્ડ વાઈટ સ્ક્રીન મોડ, બ્રાઈટનેશ ઓછી જેવી કેટલીક રીતો મોબાઈલમાં બાળકની રૂચિ ઘટાડવામાં મદદ કરી શકશે.
તથા શારીરિક પ્રવૃત્તિઓ અને પુરસ્કારો એ તેમની દિશા બદલવાની કેટલીક રીતો છે. આ સંશોધન વડોદરા પર આધારિત છે અને જો તમે યુટ્યુબના વપરાશને મર્યાદિત કરશો, તો તમારી 50% સમસ્યા હલ થઈ જશે.