Home /News /madhya-gujarat /

જોઇ લો આ તસવીરો...આટલી ગંદકી વચ્ચે બનવાય છે પાણીપુરી

જોઇ લો આ તસવીરો...આટલી ગંદકી વચ્ચે બનવાય છે પાણીપુરી

    પાણીપુરી ખાતા પહેલા સાવધાન રહેજો..તમે જ્યાં ત્યા પાણીપુરી વારંવાર ખાઓ છો ત્યાં ભેળસેળ તો નથી થતીને તે ચકાસજો. પાણીપૂરી કેવી રીતે બને છે એ તમને ખબર છે ...? નહી ને .. કદાચ તમને ખ્યાલ પણ નહીં હોય કે તે કેવી જગ્યાએ બનાવવામાં આવી રહ્યુ છે. અને તે કેટલા દિવસ પહેલા બનેલું છે.

    આ પહેલીવાર વખત નથી કે પાણી-પુરીને લઇને આવી વાત સામે આવી હોય. તેમ છતા આ ડિશ પ્રત્યેનું આપણું વળગણ યથાવત રહે છે. પંરતુ જ્યારે આ પાણીપુરી જે જગ્યાએ બને છે તવી કેટલીક જગ્યાના ફોટો અને વીડિયો જોશો તો તમે ક્યારેય બીજીવાર બહારની પાણીપુરી ખાવા તૈયાર નહીં થાવ.



    લારીની આસપાસ હોય છે ગંદકીના ઢગ
    તમે આ વિશે જાણશો તો બીજી વખત પાણીપૂરી ખાતા પહેલા જરૂર વિચારશો, ચાલો આજે આપણે એ જગ્યા વિશે જાણીએ જ્યા આરોગ્ય વિભાગ પણ જઇને ચોકી ઉઠ્યુ હતુ.



    આ અખાદ્ય પદાર્થને મિક્સ કરીને ગંદી જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવે છે. લારીમાં દરેક ખાદ્યપદાર્થ ખુલ્લામાં રાખેલો હોય છે.



    ગંદકી વચ્ચે બનાવાય છે મસાલો
    આ જગ્યા છે વડોદરા જિલ્લાની જ્યા લારીની આસપાસ પડેલી ખુલ્લી જગ્યામાં પાણીપૂરી માલિક પાણીને બનાવી રહ્યો છે .અનેક જગ્યાએ ગંદકીના ઢગની વચ્ચે પાણી તૈયાર થાય છે.આ તસવીરમાં જોઇ શકાય છે પાણી એક ખુલ્લીજ જગ્યામા મુકવામાં આવ્યુ છે. અને નીચેની તરફ ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે, આ પાણી જાણે કે કેટલાય દિવસથી બનાવેલુ હોય તેમ નજર આવી રહ્યુ છે.



    આ બટેટા અને ચાણાને જુઓ તો તે પૂરી રીતે બગડેલા છે તમામ સડેલા બટેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને બાફીને મસાલો તૈયાર કરી તમાર જ પેટમાં પધરાવવામાં આવે છે. લારીએ જઈને ચટાકાભેર પાણીપુરી આરોગતા પહેલા ક્યારેય એવું વિચાર્યું છે કે ₹20માં પાણીપુરી આપતો આ લારીવાળો મોંઘા બટેટા સહિતનો માલ ક્યાંથી લાવતો હશે. શાકભાજી માર્કેટમાં પડતર અને સડી ગયેલા માલમાંથી બનાવવામાં આવે છે આ પાણીપુરીનો મસાલો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Area, Made, Panipuri

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन