Home /News /madhya-gujarat /

વડોદરા: મહીલાને મોબાઇલ ફોન તથા મેસેજ કરી સતામણી કરતા રોમીયોને મહિલા શી ટીમે આ રીતે પકડ્યો

વડોદરા: મહીલાને મોબાઇલ ફોન તથા મેસેજ કરી સતામણી કરતા રોમીયોને મહિલા શી ટીમે આ રીતે પકડ્યો

આરોપીએ પોતાનું રહેણાંક સરનામું બદલી નાખ્યું હોવાથી ડેકોઈનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તાર ખાતે રહેતો પ્રભુનાથ મિશ્રા મહિલાઓને મેસેજ કરીને પજવતો હતો. જે અંગેની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશન 

    વડોદરા: શહેરના વાઘોડિયા વિસ્તાર ખાતે રહેતો પ્રભુનાથ મિશ્રા મહિલાઓને મેસેજ કરીને પજવતો હતો. જે અંગેની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે કલમ 354 (ડી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેથી આરોપીએ પોતાનું રહેણાંક સરનામું બદલી નાખ્યું હોવાથી ડેકોઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

    જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનની શી ટીમે (She Team) છટકુ ગોઠવીને આરોપીને તેના રહેણાંક શ્રી સ્વામીનારાયણ નિકેતન સોસાયટી, એલ. એન્ડ ટી. નૉલેજ સિટી પાસે, માધવપુરા, વાઘોડીયા રોડથી ઝડપી પાડયો હતો. શી ટિમ (She Team) દ્વારા આરોપીને આબાદ રીતે ઝડપી લઇ અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    વડોદરા શહેરના પોલીસ કમિશ્નરે શી-ટીમ મારફતે અવાવરૂ જગ્યાઓ પર મહિલાઓ, યુવતીઓ તેમજ વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સલામતીને સુનિશ્ચિત કરવા તેમજ રસ્તે આવતી જતી મહીલાઓને છેડતી તેમજ હેરાનગતી કરતા રોમીયો-ટપોરીને પકડાવાની ડેકોઈનું આયોજન કરી સફળ કામગીરી કરવા જરૂરી સુચનાઓ આપેલ છે.

    આ પણ વાંચો: રાજીનામાની અટકળો વચ્ચે અસિત વોરાએ કહ્યું, CM સાથે કરી 'શુભેચ્છા મુલાકાત'

    મહિલાઓને હેરાન ગતિ કરતા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ ઇન્સ્પેકટર કે.પી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર એફ.આર.રાઠવા, પો.સ.ઇ. બી.ડી.વસાવા, હે.કો. ગનુભાઇ, હે.કો. શૈલેન્દ્રસિંહ, વુ.હે.કો. દેવીકાબેન, પો.કો. વિરભદ્રસિંહ, વુ.પો.કો. ભાવીશાબેન, વુ.પો.કો. જલ્પાબેન, વુ.પો.કો. હસુમતીબેન દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

    શહેરમાં અવાવરૂ જગ્યાઓ પર મહિલાઓ, યુવતીઓ વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરા પોલીસ તંત્રની શી ટીમ (She Team) દ્વારા ડેકોઈનું આયોજન કરી મહિલાઓની છેડતી – હેરાનગતિ કરતાં ટપોરીઓને પકડવામાં આવી રહ્યાં છે.

    આ પણ વાંચો: ગોધરામાં isiનું જાસૂસી નેટવર્ક ઉભુ થયુ? જાસુસી ચહેરા અનસ ગીતેલીના સંપર્કમાં રહેલાં 30 શકમંદોની પૂછપરછ

    હવે વડોદરા શહેરની શી ટિમ (She Team) ખુબ જ ત્વરિત કાર્ય કરી રહી છે.જેમાં મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી આ પ્રકારના બનાવો ખૂબ જ વધી ગયા હોવાથી વડોદરા શહેરનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: She Team, Vadodara POLICE

    આગામી સમાચાર