Home /News /madhya-gujarat /પંચમહાલમાં શિક્ષક બન્યો શેતાન: શાળાનો ટીચર જ વિદ્યાર્થિનીને ભગાડી ગયો, બે દિવસ બાદ પણ નથી મળી કોઇ ભાળ

પંચમહાલમાં શિક્ષક બન્યો શેતાન: શાળાનો ટીચર જ વિદ્યાર્થિનીને ભગાડી ગયો, બે દિવસ બાદ પણ નથી મળી કોઇ ભાળ

શહેરા પોલીસ સ્ટેશન

Vadodara News: ગોધરા ખાતે આવીને શિક્ષકના ઘરે પૂછપરછ કરતા શિક્ષક કાલે બહારગામ ગયા હોવાનો જવાબ શિક્ષકના પત્નીએ આપ્યો હતો.

    પંચમહાલ : હાલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાના શિક્ષક તેમને વિદ્યાર્થિનીઓને કરેલા બીભત્સ મેસેજના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે શહેરા તાલુકાના બાહી ગામની હાઇસ્કૂલના શિક્ષક દીકરી જેટલી ઉંમરની ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભગાડી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ સગીરાનો પરિવાર અને શિક્ષકના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. શહેરા પોલીસ તંત્ર દ્વારા સગીર વિદ્યાર્થિનીનું શારિરીક શોષણ કરવા માટે અપહરણ કરીને ફરાર થયેલા શિક્ષક નિમેષ પટેલને ઝડપી પાડવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

    કડાણા તાલુકાના મલેકપુર ગામના વતની અને ગોધરા ખાતે સંસ્કારી નગરી-2માં રહેતા અને બાહી હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 44 વર્ષના શિક્ષક નિમેષ પટેલે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ શિક્ષક વિદ્યાર્થિનીના મોબાઇલમાં પણ ગમે તેવી ચેટ કરતો હતો. ત્રણ મહિના પહેલા જ આ અંગેની જાણ માતાને થતા તેણે દીકરીને ઠપકો આપ્યો હતો.

    આ પણ વાંચો: નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

    ત્રણ મહિના પહેલા પરિવારે આ શિક્ષકને ગંભીરતા પૂર્વક ઠપકો પણ આપ્યો હતો. આ શિક્ષકે તા.11ની મધ્યરાત્રીએ ગોધરાથી પત્ની અને ઘર છોડીને આ દીકરી સમાન સગીરાનું લગ્નની લાલચમાં શારીરિક શોષણ કરવાના ઈરાદાઓ સાથે અપહરણ કરીને ફરાર થઈ જતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. ગોધરા ખાતે આવીને શિક્ષકના ઘરે પૂછપરછ કરતા શિક્ષક કાલે બહારગામ ગયા હોવાનો જવાબ શિક્ષકના પત્નીએ આપ્યો હતો.

    આ પણ વાંચો: ભાજપના યુવા મોરચાના પવન તોમર પર જીવલેણ હુમલો

    આ ઉપરાંત, શિક્ષકનો મોબાઈલ સ્વીચઓફના જવાબ સામે અંતે સગીરાની માતાએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા હવસખોર શિક્ષકના આ કરતૂતો સામે પોલીસે પોકસો 12 તથા એટ્રોસીટી એકટની કલમ મુજબનો ગુનો દાખલ કરીને શિક્ષકના સકંજામાંથી સગીર વિદ્યાર્થીનીને મુક્ત કરાવવા માટે પોલીસ તંત્રએ કાયદેસર તપાસ હાથ ધરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन