પાદરાના લાખોપતિ વેપારીનો પુત્ર શિમલાની હોટલમાં વાસણો સાફ કરતો મળી આવ્યો

News18 Gujarati
Updated: November 6, 2019, 10:16 AM IST
પાદરાના લાખોપતિ વેપારીનો પુત્ર શિમલાની હોટલમાં વાસણો સાફ કરતો મળી આવ્યો
વડોદરા પોલીસ અને પરિવાર સાથે દ્વારકેશ ઠક્કર

ફરવા ગયેલા પાદરાનાં બે હે.કોન્સ્ટેબલે કલાકોની જહેમત બાદ આ યુવાનને શિમલાનાં રસ્તા પરથી શોધી નાંખ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : વડોદરા (Vadodara) પાસે આવેલા પાદરામાં (Padra) તેલનાં વેપારીનો 19 વર્ષનો દીકરો 14 ઓક્ટોબરથી ગુમ હતો. આ યુવાન દ્વારકેશ ઠક્કર (Dwarkesh Thakkar) વાસદની એક એન્જિનિયર કોલેજમાં ભણતો હતો પરંતુ તેને ભણવામાં મન લાગતું ન હોવાથી ઘરે કોઇને કહ્યાં વગર જ કોલેજનાં બહાને સિમલા (Simla) જતો રહ્યો હતો. જે બાદ પરિવાર અને પોલીસે યુવાનને શોધવા ભારે દોડધામ કરી હતી. આ દરમિયાન સિમલાની એક હોટલનાં મેનેજરે પાદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાદરાનું આઈડી કાર્ડ ધરાવતો દ્વારકેશ ઠક્કર નામનો છોકરો અમારી હોટલમાં આવીને વાસણ સાફ કરવાની નોકરી માગે છે. તેણે પગમાં મોંઘા બૂટ પહેર્યા છે, મોંઘુ જેકેટ અને પેન્ટ પહેર્યા છે, દેખાવે સુખી પરિવારનો લાગે છે.

ફરવા ગયેલા પોલીસે યુવાનને શોધ્યો

યુવાન શિમલા હોવાની જાણ થતાની સાથે પરિવાર ત્યાં પહોંચ્યું હતું. પાદરા પોલીસ સ્ટેશનના હે.કો.સનાસિંહ ગોહિલ અને વડોદરા તાલુકાના હે.કો.ભપેન્દ્રસિંહ મહીડા શિમલામાં પરિવાર સાથે ફરવા ગયા હતાં. જેથી પાદરાનાં પી.આઈએ તેમને યુવાનને શોધવાની સૂચના આપી હતી. બંન્ને પોલીસે કલાકોની જહેમત બાદ આ યુવાનને શોધી નાંખ્યો હતો. યુવાનનાં ફોટોનાં આધારે શોધખોળ હાથ ધરતાં રાત્રે એક વાગે ટેક્સી ડ્રાઇવરે દ્વારકેશ રોડ પર બેઠો હોવાની જાણ કરતાં ત્યાં પહોંચીને દ્વારકેશને શોધી કાઢ્યો હતો. જે બાદ દ્વારકેશનાં પરિવાર સાથે પોલીસે તેનું મિલન કરાવ્યું હતું.

આ પણ વાંચો : રાજસ્થાન ફરવા ગયેલા ગાંધીનગરના પરિવારની કાર તળાવમાં ડૂબી, 3નાં મોત

ઘરેથી નિકળ્યો ત્યારે ખિસ્સામાં 2500 રૂપિયા જ હતા

આ અંગે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, દ્વારકેશ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. તેને અભ્યાસનું ટેન્શન રહેતું હોવાનાં કારણે તે ઘરે કોઇને કહ્યાં વગર જ જતો રહ્યો હતો. દ્વારકેશ નિઝામુદ્દીન ટ્રેનમાં દિલ્હી અને ત્યાંથી ટ્રાવેલ્સમાં શિમલા પહોંચ્યો હતો. દ્વારકેશ પાસે ખિસ્સામાં માત્ર 2500 રુપિયા જ હતા. થોડા દિવસ પછી પૈસા ખુટી જતાં તે શિમલાની વિવિધ હોટલમાં છૂટક કામ કરતો હતો. તેની પાસે મોબાઇલ પણ ન હતો.આ પણ વાંચો : અંબાજી : ધો.9ની પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થિની પર બે શિક્ષકોએ દુષ્કર્મ આચર્યું
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर