Home /News /madhya-gujarat /

Vadodara: ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે તેવા ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન

Vadodara: ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે તેવા ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન

માંજલપુરમાં

માંજલપુરમાં ભૂલકાઓ માટે સમર કેમ્પનું આયોજન..

દરેક સ્કૂલમાં ઉનાળુ વેકેશન (Summer Vacation) ચાલી રહ્યું છે. એવામાં બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ ધરાવે એ હેતુથી માતા પિતા બાળકોને સમર કેમ્પમાં મુકતા હોય છે.

    નિધિ દવે, વડોદરા: દરેક સ્કૂલમાં ઉનાળુ વેકેશન (Summer Vacation) ચાલી રહ્યું છે. એવામાં બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ ધરાવે એ હેતુથી માતા પિતા બાળકોને સમર કેમ્પમાં મુકતા હોય છે. તો આવા સમયે સમર કેમ્પ (Summer Camp) બાળકોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળક જે પણ સમર કેમ્પમાં શીખશે એજ વર્તન આગળ જઈને કરશે. તેથી આવા સંજોગોમાં વડોદરા શહેરની વધુ એક દીકરી દ્વારા સરાહનીય પ્રયાસ કરાયો છે.

    માંજલપુરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ભૂલકાઓ માટે ખાસ સમર કેમ્પનું આયોજન કરાયું

    વડોદરા શહેરની ઈન્ટર સી.એ.માં અભ્યાસ કરતી દીકરી દ્વારા માંજલપુરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ભૂલકાઓ માટે ખાસ સમર કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ કરે તે ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન કરાયુ છે. આ પ્રકારના સમર કેમ્પમાં જોડાવવા માટે અથવા તો વધુ માહિતી મેળવવા માટે ધ્રુવી પટેલનો સંપર્ક કરી શકો છો: 91 78743 60865.

    તસવીર- ગુગલ મેપ

    આ પણ વાંચો : Kutch News: પોસ્ટ વિભાગની નવી સિદ્ધિ, કચ્છમાં ડ્રોન મારફતે પહોંચાડ્યું  4 કિલોનું પાર્સલ

    સમર કેમ્પ 3 થી 12 વર્ષના બાળકો માટે આયોજિત કરાય છે.સમર કેમ્પ 7 થી10 દિવસનો હોય છે.

    જેની માહિતી આપતા સમર કેમ્પના આયોજક ધ્રુવી પટેલે જણાવ્યુ હતુ કે, વર્ષ 2017માં આ સમર કેમ્પની શરૂઆત કરાઈ હતી. સમર કેમ્પ 3 થી 12 વર્ષના બાળકો માટે આયોજિત કરાય છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ અને સંસ્કારનું પાલન કરે તે આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે.

    સમર કેમ્પમાં બાળકોને પ્રાર્થના, ભગવદ્દ ગીતાના શ્લોક, ડાન્સ, સ્પોર્ટ્સ એક્ટિવીટી તથા વિવિધ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવતું હોય છે. તથા જે બાળક સારું પ્રદર્શન કરે એમને ગિફ્ટ પણ આપવામાં આવે છે. તથા દરરોજ સમર કેમ્પના અંતે પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આપવામાં આવતો હોય છે. સમર કેમ્પ 7 થી10 દિવસનો હોય છે, જેમાં એક દિવસમાં 2 થી 3 કલાક જેટલો સમય બાળકો માટે હોય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર