Home /News /madhya-gujarat /વડોદરાના ઐતિહાસિક સ્થળો ન જોયા હોય તો આ VIDEO જોઈ લો, ક્યાંય જવાની જરૂર નહી પડે

વડોદરાના ઐતિહાસિક સ્થળો ન જોયા હોય તો આ VIDEO જોઈ લો, ક્યાંય જવાની જરૂર નહી પડે

X
મુડ્સ

મુડ્સ ઓફ વડોદરામાં શહેરના 27 ફોટોગ્રાફર્સે ભાગ લીધો છે..

પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેના અંતર્ગત ઘણા કાર્યક્રમો શહેરમાં યોજાઈ રહ્યા છે. જેમાં મુડ્સ ઓફ વડોદરા શીર્ષક હેઠળ ફોટો પ્રદર્શન સુભાનપુરાના કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે સવારના 11 થી સાંજના 5 કલાક દરમીયાન શહેરીજનો નિહાળી શકે છે.

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: શહેરમાં વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેના અંતર્ગત ઘણા કાર્યક્રમો શહેરમાં યોજાઈ રહ્યા છે. જેમાં મુડ્સ ઓફ વડોદરા શીર્ષક હેઠળ ફોટો પ્રદર્શન સુભાનપુરાના કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે સવારના 11થી સાંજના 5 કલાક દરમીયાન શહેરીજનો નિહાળી શકે છે.

    મુડ્સ ઓફ વડોદરામાં શહેરના 27 ફોટોગ્રાફર્સે ભાગ લીધો છે અને 72 જેટલા ફોટોગ્રાફસ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. મુડ્સ ઓફ વડોદરા અંતર્ગત વડોદરાની ઝાંખી અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. જેમ કે, હેરિટેજ, કલચર, નેચર, ઘાટ, હેરિટેજ મુવમેન્ટ, પ્રદર્શિત કરવામાં આવી છે. તો શહેરીજનો અહીં એક સાથે વડોદરાની અલગ અલગ ઝાંખીને નિહાળી શકે છે.

    મુડ્સ ઓફ વડોદરાના કોઓર્ડીનેટર અને ફોટોગ્રાફર પુલકિત દવે એ જણાવ્યું કે, અમે બધા 2 મહિનાથી મહેનત કરી રહ્યા હતા. વડોદરા શહેરના એટલા બધા મુડ્સ હતા, જે લોકો એ જોયા નથી. ઘણી હેરિટેજ પ્રોપર્ટી નષ્ટ થઈ રહી છે. તો એના ડોક્યુમેન્ટેશનના ભાગ રૂપે ફોટોગ્રાફસ પ્રદર્શનમાં જોવા મળશે. ઘણા લોકો પાસે કલચરનું દુર્લભ કલેક્શન છે. જે અહીં એક્ઝિબીશનમાં જોઈ શકીશું.

    આ પ્રદર્શનમાં ખાસ ફોટોગ્રાફ-જ્યાં એક ઘાટ ઘાટ તૂટી ગયો છે, પણ આપણી પાસે માટીના દાદરા સાથેનો ઘાટ મળેલ છે. જે દુર્લભ ફોટો છે. બીજો ફોટો કે જે વિશ્વામિત્રીના ઘાટ પર સાપનો ફોટો. અને ત્રીજો ફોટો કે જ્યારે તાજેતરમાં એસ. રવિશંકર વડોદરાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે રાજમાતા સાથે અતિથિ દેવો ભવના થીમ પર આ ફોટો દુલભ મળેલ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Art Gallery Exhibition, Local 18, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन