વડોદરા: પ્રિન્ટરથી જ છાપી નાખી 10 લાખની ચલણી નોટ

News18 Gujarati
Updated: March 21, 2018, 10:12 AM IST
વડોદરા: પ્રિન્ટરથી જ છાપી નાખી 10 લાખની ચલણી નોટ

  • Share this:
નકલી નોટોથી દેશના અર્થતંત્રને મોટો ફટકો પડે છે, માર્કેટમાં ચલણી નોટો આવવાથી દેશની ઈકોનોમી પાટા પરથી નીચે ઉતરી જાય છે. તેવામાં એકવાર ફરીથી પોલીસે નકલી નોટ છાપતા કેટલાક અસામાજિક તત્વોની ધરપકડ કરી લીધી છે. નોટબંધી બાદ સરકારે પણ મોટા-મોટા દાવા કર્યા હતા કે, નવી નોટની ડિઝાઈન એવી રીતની બનાવવામાં આવી છે કે, તેની નકલી નોટ બનાવવી ખુબ જ અઘરી છે. પરંતુ જે રીતે નકલી નોટો પકડાવાના કિસ્સા સામે આવી રહ્યાં છે, તે જોતા એવું લાગે છે કે, નવી નોટોની નકલી નોટ છાપવી ખુબ જ સરળ છે.

વડોદરા ગામ્ય એસઓજીએ બાતમી મળી હતી કે, સીએનજી રિક્ષામાં નકલી નોટો છાપીને તેને માર્કેટમાં ફરતી કરવા માટે બે વ્યક્તિઓ ડિલેવરી કરવા જવાના છે. આ બાતમીને લઈને પોલીસ કેલનપુર નજીક ડભોઈ રોડ ઉપર કડક બંધોબસ્ત ગોઠવી દીધો હતો. આ દરમિયાન બાતમીના આધારે એક રિક્ષામાં (Gj.06.3608) બે વ્યક્તિઓ નકલી નોટો લઈને કેલનપુર વિસ્તારમાં આવી ચડ્યા હતા. જોકે, તેઓ પોલીસના હથ્થે ચડી ગયા હતા. પોલીસે કરેલી તપાસમાં આરોપી કિસાનનગર ગામનો રહેવાસી નિકળ્યો હતો. આરોપી આબીદ ઈદ્રિશભાઈ પઠાણના ખિસ્સામાંથી પોલીસને 500 રૂપિયાની નકલી 44 નોટો મળી આવી હતી. જે નોટો FSL અધિકારીને સોંપીને ચકાસણી માટે મોકલી દેવામાં આવી છે.આરોપી આબીદે પોલીસની પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે, તે આ નોટો ઘરે પ્રિન્ટર દ્વારા બનાવે છે. પોલીસે આબીદના ઘરે પણ રેડ પાડી હતી. તેના ઘરેથી પણ મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટો મળી આવી હતી. આબીદના ઘરેથી 2000, 5000 અને 100 રૂપિયાના દરની ટોટલ દસ લાખથી વધારે મૂલ્યની નોટો જપ્ત કરવામાં આવી હતી. તે સાથે એક પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપીના રીમાન્ડ મેળવવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે. તે ઉપરાંત પોલીસ તેની તપાસ કરી રહી છે કે, અત્યાર સુધીમાં આરોપીએ કેટલા મૂલ્યની નોટો છાપી છે, તેનો ઉપયોગ કયાં કર્યો છે અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે.

રિટાઇડ કર્મચારી નો પુત્ર વડોદરા ગ્રામ્ય sog અને વરનામાં પોલીસ ના સકંજામાં આવી ગયો હતો, વડોદરા ગ્રામ્ય sog નો સ્ટાફ ગઈકાલે રેલવે સ્ટેશન પાસે હાઇવે ઉપર વાહન ચેકીંગ માં હતા. તે દરમિયાન વરણાંમા પોલીસને બાતમી મળેલ કે એક CNG રીક્ષા માં ર ચાલક જેની રીક્ષા નંબર Gj.06.3608 છે અને તે કેલનપુર નજીક ડભોઈ રોડ ઉપર આવેલ કિસાન નગર ગામ નો રહેવાસી અને તેનું નામ આબીદ મહંમદ ઇંદ્રિશ ભાઈ પઠાણ તે શખ્સ ભારતીય ચલણી ની બનાવટી નોટ બનાવી તેનો ઉપયોગ કરવા જવાનો છે.

ન્યુજ 18 ગુજરાતી વડોદરા
ફરીદખાન

 
First published: March 20, 2018, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading