વડોદરામાં વધુ એક આપઘાત: યુવકનું મોત, માતાનો બચાવ, સુસાઇડ નોટમાં પત્નીના ત્રાસથી આપઘાતનો ઉલ્લેખ

વડોદરામાં વધુ એક આપઘાત: યુવકનું મોત, માતાનો બચાવ, સુસાઇડ નોટમાં પત્નીના ત્રાસથી આપઘાતનો ઉલ્લેખ
સુસાઇડ નોટ લખી આપઘાત.

"બસ હું આત્મહત્યા જે કરી રહ્યો છું તે આત્મહત્યા નથી પણ મર્ડર છે. મારી પરિવાર તથા પોલીસને જાણ થાય મારા મર્યા બાદ મને મરવા માટે મજબૂર કરનારા મારા પત્ની તથા તેના મા-બાપને સજા થાય એવી મારી ઈચ્છા છે."

 • Share this:
  વડોદરા: વડોદરામાં વધુ એક આપઘાત (Suicide)નો બનાવ બનતા સનસનાટી વ્યાપી છે. થોડા દિવસ પહેલો જ સોની પરિવારના છ લોકોએ ઝેરી દવા ગટગટાવી (Vadodara mass suicide)ના સામુહિક આપઘાત કર્યો હતો. હવે જે બનાવ બન્યો છે તેમાં એક યુવકે આપઘાત કરી લીધો છે. આ ઉપરાંત યુવકની માતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત કરનાર યુવક વકીલાતનો અભ્યાસ કર્યો છે. યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે તો તેની માતાએ કેનાલમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, સ્થાનિક લોકોએ યુવકની માતાને બચાવી લીધી હતી. યુવકે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ (Suicide note) લખી છે. આ સુસાઇડ નોટમાં તેણે પોતાની પત્ની અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, "આ મારો આપઘાત નહીં પરંતુ હત્યા છે. મારા મોત બાદ મારી પત્ની અને તેના મા-બાપને સજા કરાવજો." (સ્ટોરીના અંતે વાંચો અક્ષરશ: સુસાઇડ નોટ)

  એવી પણ માહિતી મળી છે કે યુવક પોતાના પિયરમાં રહેલી પત્નીને મનાવવા માટે માતા સાથે ગયો હતો. આ દરમિયાન યુવકના સાસરિયા પક્ષના લોકોએ યુવકને માર માર્યો હતો. જે બાદમાં લાગી આવતા યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકની આર્થિક હાલત પણ સારી ન હોવાની માહિતી મળી છે. આથી સાસરિયાના ત્રાસ અને આર્થિક સંકડામણને કારણે એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે વડોદરાના બાજવાના કરચિયા પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નંબર-24માં રહેતા અને વકીલાત (Advocate)નો અભ્યાસ કરેલા શિરીષ હસમુખભાઈ દરજીએ પોતાના જ ઘરમાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. શિરીષ એક ખાનગી કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો.

  આ પણ વાંચો: અમદાવાદ: શેઠના ત્રાસથી કર્મનો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં લખ્યું, 'પોલીસ કમિશનર, ન્યાય અપાવજો'

  સોમવારે બપોરના સમય પછી શિરીષે ઘરનો દરવાજો બંધ કરીને આત્મહત્યા કરી લીધી હતી. રૂમનો દરવાજો ન ખોલતા સોસાયટીના રહીશો અને પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસે દરવાજો તોડીનું જોયું તે શિરીષ ગળેફાંસો ખાધેલી હાલતમાં પડ્યો લટકી રહ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં સાસરિયા પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યાં છે.  યુવકના પિતાએ જણાવ્યું હતું કે, "અમે સરકારને અરજ કરીએ છીએ કે અમારા દીકરાને ન્યાય મળે. મારા દીકરાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, જે પણ થયું છે કે પત્ની, સાસુ અને સસરાના ત્રાસથી થયું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર નહીં કરીએ."

  આ પણ વાંચો: રાજકોટ: તરુણી એકલી હતી ત્યારે ઘરે દોડી ગયો પ્રેમી, બદનામ કરવાની ધમકી આપી કર્યું ગંદુ કામ

  અક્ષરશ: સુસાઈડ નોટ:

  તા. 08-03-21 સમય 10:20 AM.

  "હું શું કરું મને સમજાતું નથી. હું મારી હાર પહેલા જ માની ચૂક્યો છું. હાર માનીને હું પહેલા જ ઘર છોડીને જતો રહ્યો હતો. પણ મારા મમ્મી તથા ભાઈ માટે વિચારી પાછો આવી ગયો હતો.

  મારા પાછા આવવા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરાવાનું બંધ કરવામાં ન આવતા તથા મારા સાસુ-સસરા દ્વારા પણ તેને સમજાવવામાં ન આવ્યું. મેં મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યા કે મારા દ્વારા મારી પત્ની તથા તેના મા-બાપ માની જાય. આખરે મારા સાસુ-સસરા તથા મારા પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કર્યા સિવાય કોઈ ઓપ્શન બાકી રહેતો નથી.  બસ હું આત્મહત્યા જે કરી રહ્યો છું તે આત્મહત્યા નથી પણ મર્ડર છે. મારી પરિવાર તથા પોલીસને જાણ થાય મારા મર્યા બાદ મને મરવા માટે મજબૂર કરનારા મારા પત્ની તથા તેના મા-બાપને સજા થાય એવી મારી ઈચ્છા છે. (પત્ની-સાસુ-સસરાના નામ લખ્યાં છે.)

  મને પણ જાણ છે કે આત્મહત્યા એ કાયરતાનું પગલું છે. પરંતુ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો તો કદાચ આત્મહત્યા કરવા પર મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે.

  મને લાગે છે કે કદાચ મારી પત્ની અને તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે. હું તેમની ઇચ્છા પૂરી કરવા નથી માંગતો માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે.

  બસ આખરામાં મારા મર્યાં બાદ મારું મર્ડર કરાવનારને સજા મળવી જોઈએ બસ. મને ત્રાસ આપે છે કે નહીં તે મારા વૉટ્સએપ મેસેજમાંથી ખબર પડી જશે. - દરજી શિરીષ એચ. 08-03-21 1:00 AM.
  Published by:Vinod Zankhaliya
  First published:March 09, 2021, 15:51 pm

  ટૉપ ન્યૂઝ