Home /News /madhya-gujarat /

પશ્ચિમ રેલવેની પહેલ: રેલવે એન્જિનના ડ્રાઈવર કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવાયા

પશ્ચિમ રેલવેની પહેલ: રેલવે એન્જિનના ડ્રાઈવર કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવાયા

વડોદરા

વડોદરા ડિવિઝનના 187 એન્જીન સહિત દેશભરના એન્જીનમાં આ સિસ્ટમ લગાવાની યોજના છે.

વડોદરા લોકોશેડમાં પ્રાથમિક તબક્કે 18 એન્જીનમાં લગાવાયા છે. જેનું અત્યારે રીવ્યુ કરવામાં આવી રહ્યું છે. જે સફળ ગયા બાદ વડોદરા ડિવિઝનના 187 એન્જીન સહિત દેશભરના એન્જીનમાં આ સિસ્ટમ લગાવાની યોજના છે. આ સિસ્ટમથી માનવીય ભુલથી થનારા અકસ્માતના કારણો સરળતાથી જાણી શકાશે.

વધુ જુઓ ...
    નિધિ દવે, વડોદરા: પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા વધુ એક પહેલ કરાઈ છે. જેના પગલે રેલવે એન્જિનમાં (Railway Engine) ડ્રાઈવરના કેબીનની (Driver Cabin) અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા (Night Vision Camera) લગાવવાનું શરૂ કરાયું છે. પ્રાથમિક તબક્કે 18 એન્જીનમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રીક લોકોમોટિવમાં લગાવાઈ રહેલા કેમેરાને સીવીવીઆરએસ એટલેકે ક્રુવોઇસ એન્ડ વીડીયો રિકાર્ડીંગ સિસ્ટમના નામથી ઓળખાશે.

    એન્જીનમાં 8-8 કેમેરા લાગશે. દરેક એન્જીનમાં બે કેબીન હોય છે, જેમાં બે-બે કેમેરા કેબીનમાં, જ્યારે એક-એક બહારની બાજુ ફલેશર લાઈટ પાસે લગાવાઈ રહ્યા છે. તો એન્જીનની છત પર બે કેમેરા લગાવામાં આવી રહ્યા છે. કેબીનમાં લાગેલા કેમેરા લોકોપાયલટની ગતિવિધિ અને અવાજ રેકોર્ડ કરશે. બહારના કેમેરો સિગ્નલ, ઓએચઇ અને અન્ય પરિસ્થિતિ રેકોર્ડ કરશે.

    આ પણ વાંચો: સુરતમાં હોટલ-કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ધમધમતા કપલ બોકસ પર પ્રતિબંધ

    કેમેરા લગાવાનો આશય સિગ્નલમાં ગરબડ, ઓવરહેડ તૂટવા કે અન્ય અકસ્માતની સ્થિતિ પહેલેથી જાણી લેવાનો છે. આ રીતે ડ્રાઇવરના કેબીનમાં લાગેલા કેમેરામાં ટ્રેનના સફર વેળા ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની સ્ટેશન કંટ્રોલથી થનારી વાતની વિગતો પણ મળશે. તે ઉપરાંત ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની તમામ ગતિવિધિ પર પણ નજર રાખી શકશે. એક એન્જિનમાં કેમેરા લગાડવાનો ખર્ચ રૂા.1,04,338 છે. કેમેરાની સ્ટોરેજ ક્ષમતા 2 ટેરાબાઈટ છે અને ફૂટેજ 90 દિવસ સુધી સેવ કરી શકાશે.

    આ પણ વાંચો: સુરતઃ મારામારીનો live video, મફતની સલાહ આપવા જવી યુવકને ભારે પડી

    વડોદરા લોકોશેડમાં પ્રાથમિક તબક્કે 18 એન્જીનમાં લગાવાયા છે. જેનું અત્યારે રીવ્યુ કરવામાં આવી રહ્યું છે. જે સફળ ગયા બાદ વડોદરા ડિવિઝનના 187 એન્જીન સહિત દેશભરના એન્જીનમાં આ સિસ્ટમ લગાવાની યોજના છે. આ સિસ્ટમથી માનવીય ભુલથી થનારા અકસ્માતના કારણો સરળતાથી જાણી શકાશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, Western railway, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन