Home /News /madhya-gujarat /

Vadodara Picnic Spot: વડોદરાથી માત્ર 15 કિમી દૂર છે સિંઘરોટ ચેકડેમ, સનસેટ જોવો લાગશે આહલાદક, આ દિવસોમાં ફરવાની પડશે મોજ

Vadodara Picnic Spot: વડોદરાથી માત્ર 15 કિમી દૂર છે સિંઘરોટ ચેકડેમ, સનસેટ જોવો લાગશે આહલાદક, આ દિવસોમાં ફરવાની પડશે મોજ

સિંધરોટ

સિંધરોટ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે.

Picnic Place Near Vadodara: સિંધરોટ ગામમાં આવેલ ચેકડેમ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ,વીકએન્ડ પર અહીં હજારો લોકોની ભીડ ઉમટે છે.

    નિધિ દવે / વડોદરા: હાલમાં લોકો ઘરે રહેવાને બદલે ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. થોડો સમય મળ્યો નથી કે ફરવા નીકળી પડ્યા અને જોવા જઈએ તો અત્યારના સમયમાં લોકો કામ તથા સામાજિક ચિંતાઓમાં ઘેરાયેલા જ હોય છે. તો એ બધાથી થોડો સમય દૂર રહી, પોતાની જાતને થોડો સમય આપવો હોય તો વડોદરાના આ એકમાત્ર સ્વર્ગ (Heaven of Vadodara) જેવા સ્થળની જ યાદ આવે સિંધરોટ (Sindhrot). ખાસ કરીને લોકો એવા સ્થળની (Tourist Place) શોધખોળ કરતા હોય જે નજીક પણ હોય અને ફરવાલાયક પણ હોય. વિકેન્ડનાં દિવસોમાં તમે અહીંની મુલાકાત લઇ શકો છો. તેમજ હાલમાં જે વન ડે પિકનિકનો ટ્રેન્ડ (One Day Picnic Trend) ચાલી રહ્યો છે. તો એવા જ સહેલાણીઓ માટે ખાસ અહીં એક એવી જગ્યાની વાત કરવામાં આવી રહી છે જો તમે વડોદરા કે તેની આસપાસ (Vadodara Picnic Spot) રહેતા લોકો આ જગ્યાની સરળતાથી મુલાકાત લઇ શકે છે અને દૂરથી આવતા લોકો અહીં  વન ડે પિકનિક મનાવી શકે છે.

    શહેરથી લગભગ 13-15 કિલોમીટરના અંતરે જ આવેલો છે આ વન ડે પિકનિક સ્પોટ - સિંધરોટ,વડોદરા તાલુકામાં આવેલ એક નાનકડું ગામ છે. આ ગામ મહી નદીના કિનારે વસેલું છે. શહેરથી લગભગ 13-15 કિલોમીટરના અંતરે જ આવેલો ચેકડેમ છે.વડોદરાથી કાર અને ટુ વહીલર લઈને જઈશકાય છે. સાથે જે લોકોની પાસે પોતાનું સાધન ન હોય તો રાજ્ય સરકારની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.જે તમને સિંઘરોટ ગામના બસ સ્ટેન્ડ પર ઉતારે છે.બસ સ્ટેન્ડથી 500મીટરની આસપાસના વોકિંગ ડિસ્ટન્સ પર આ સિંધરોટ ચેક ડેમ સ્થળ પર પહોંચી શકાય છે.

    કેવી રીતે પહોંચશો સિંઘરોટ ચેકડેમ સુધી



    પોસ્ટલ સરનામું: સિંધરોટ ચેકડેમ, સિંધરોટ ગામ, વડોદરા તાલુકો, વડોદરા.

    તમે કાર લઇને અહીં સુધી આવી શકો છો, તમા ટૂ વ્હિલર પર પણ આ જગ્યાની મુલાકાત લઇ શકો છો

    સિંધરોટ ગામમાં આવેલ ચેકડેમહાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ

    વડોદરા શહેરની નજીક આવેલું સિંધરોટ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે. ખાસ કરીને અહીંયા સહેલાણીઓ નાહવા માટે આવતા હોય છે. વીકએન્ડ પર અહીં હજારો લોકોની ભીડ ઉમટે છે.



    અહીં ખાણી - પીણીની ચીજ - વસ્તુઓ પણ સરળતાથી મળી રહે છે, જેથી લોકો આખો દિવસ અહીં માણી શકે છે. અહીં મહી નદીનું વહેતુ પાણી હોવાથી ખુબજ ચોખ્ખુ હોય છે, જેથી લોકોને નાહવામાં ખૂબ જ મજા પડી જાય છે.



    ઢળતી સાંજે ટેકરા પર બેસીને કુદરતી નજારાને માણવાનો અનેરો આનંદ છે: પરયટક

    હાલમાં સોશિયલ મીડિયા પર સિંધરોટ પિકનિક સ્પોટ તરીકે હાઈલાઈટ થઈ રહ્યું છે. સિંધરોટ ખાતે વીકએન્ડ પર સમગ્ર રાજ્યમાંથી લોકો આવે છે. તથા ઢળતી સાંજે ટેકરા પર બેસીને કુદરતી નજારાને માણે છે.



    અહીં ખાવામાં પાપડીનો લોટ અને મકાઈના ડુંડા મળે છે. તથા ચેકડેમમાં જવા માટે ખાસ મોજાની સુવિધા પણ રાખવામાં આવી છે. અહીં કોઈ પ્રકારનું ન્યુસન્સ ન ફેલાય માટે ગ્રામજનો હંમેશા તૈનાત રહે છે.



    અહીં સુર્યાસ્તનો નજારો ખુબ જ અદ્ભુત હોય છે. લોકો ઢળતી સાંજે ખાસ આવતા હોય છે, તથા લગ્ન સિઝન માં આ સ્થળપ્રિ - વેડિંગ શૂટ માટે પણલોકપ્રિય બની રહ્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: -, Picnic place, Singhrot near Vadodara, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन