Nidhi Dave, Vadodara: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વડોદરા શહેરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વડોદરા ભાજપ દ્વારા આજે શહેરમાં વિવિધ કાર્યક્રમો પૈકી એક ન્યાય મંદિર ખાતે અંગદાન સંકલ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં અનેક લોકોએ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે અંગદાનનો સંકલ્પ લીધો.જેમાં સમગ્ર શહેરમાંથી 51,000 લોકો અંગદાનનો સંકલ્પલે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ બપોરે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત સાંસદ રંજનબેન ભટ્ટના સાંસદ અનુદાનમાંથી દિવ્યાંગોને સાધન સહાય (આધુનિક કુત્રિમ અવયવ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં શહેરના સાંસદ રંજન ભટ્ટની ગ્રાન્ટમાંથી દિવ્યાંગ લોકોને કૃત્રિમ પગની સહાય કરવામાં આવી.
જેમાં કુલ 92 દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ પગ આપવામાં આવ્યા. કૃત્રિમ પગ માટે કુલ 17લાખ 50 હજારનો ખર્ચ કરવામાં આવ્યો. સાંસદ રંજનબેને જણાવ્યું કે, આ દિવ્યાંગજનો મારા કાર્યાલય પર સંપર્ક સાંધ્યો હતો. અને મને આનંદ છે કે, મારા થકી આ તમામ લોકોને એક નવું અંગ પ્રદાન થયું. તથા આવનારા સમયમાં પણ જેમને પણ જરૂરિયાત હોય એ મારા કાર્યાલય પર સંપર્ક કરી શકે છે. અમારાથી થતી તમામ મદદ કરવામાં આવશે.