Home /News /madhya-gujarat /Vadodara: Krishna Janmashtami: કલાનગરી વડોદરા કૃષ્ણમય બન્યું; કૃષ્ણ મંદિરો'નંદ ઘેર આનંદ ભયો' ના નાદથી ગુંજી ઉઠ્યા

Vadodara: Krishna Janmashtami: કલાનગરી વડોદરા કૃષ્ણમય બન્યું; કૃષ્ણ મંદિરો'નંદ ઘેર આનંદ ભયો' ના નાદથી ગુંજી ઉઠ્યા

કૃષ્ણ

કૃષ્ણ મંદિરો

જન્માષ્ટમી નિમિત્તે વડોદરા શહેરના વિવિધ કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં ખાસ શણગાર કરવામાં આવ્યો હતો તથા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

    Nidhi dave, Vadodara:જન્માષ્ટમી (Janmashtami Celebration) નિમિત્તે વડોદરા શહેરના વિવિધ કૃષ્ણ મંદિરો (Krishna Temple) અને હવેલીઓમાં ખાસ શણગાર કરવામાં આવ્યો હતો તથા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઇસ્કોન મંદિર (Isckon Temple) ખાતે 50થી વધુ ભક્તો તૈયારીમાં લાગ્યા હતા. ઇસ્કોન મંદિરમાં આ વર્ષે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ સહિત પાંચ દેશો ઉપરાંત મુંબઈ, પુના અને દિલ્હીથી 2000 કિલો ફુલ મંગાવવામાંઆવ્યા હતા. જેથી મંદિરને ગોટા, ઇંગલિશ ગુલાબ તેમજ ઈમ્પોર્ટેડ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.

     20મી ઓગસ્ટે નંદ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.

    શહેરના કૃષ્ણ મંદિરોમાં મંગળા આરતીથી માંડીને જાગરણના દર્શનનો લ્હાવો ભક્તજનો એ લીધો તથા હવેલીઓમાં જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ ભજન તેમજ રાજભોગના દર્શનનો પણ લાહવો શહેરીજનો લીધો. જેમાં આજરોજ 20મી ઓગસ્ટે નંદ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે. તથા ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકે તે માટે ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના કૃષ્ણ મંદિરો "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી" ના નાદ સાથે ગુંજી ઉઠ્યા.

    આ પણ વાંચો : વડોદરાનાં ફોટો જર્નાલિસ્ટોનું photo exhibition શરૂ: અનોખી દુનિયામાં ડોકિયું કરવાનું ચુકવા જેવું નથી

    વડોદરા શહેરમાંથી 12 જેટલી ટીમો જોડાઈ હતી.

    તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા ( Vadodara Municipal Corporation) દ્વારા મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાંથી 12 જેટલી ટીમો જોડાઈ હતી. ખૂબ ઉત્સાહભેર મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. જન્માષ્ટમી પર્વ નિમિત્તે આખા વડોદરા શહેરમાં ખૂબ જ આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયેલો છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Celebrations, Janmastami 2022, Krishna Janmotsav, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन