Home /News /madhya-gujarat /Vadodara: દશેરા નિમિત્તે વડોદરા પોલીસે પ્રતાપનગર હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્ર પૂજન કર્યું; જુઓ વીડિયો

Vadodara: દશેરા નિમિત્તે વડોદરા પોલીસે પ્રતાપનગર હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્ર પૂજન કર્યું; જુઓ વીડિયો

અધર્મ

અધર્મ વધે ત્યારે શસ્ત્રનો ઉપયોગ કરી અધર્મને હરાવી ધર્મનો વિજય થતો હોય છે. 

વડોદરા શહેર પોલીસ કમિશનર વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રતાપ નગર હેડ ક્વોટર્સ ખાતે શસ્ત્ર પૂજન કર્યું. જે પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા.

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: સંસ્કૃતિ એ પાયો છે અને શસ્ત્રએ ઢાળ છે. સંસ્કૃતિની જાળવણીથી પાયા કાયમ મજબૂત રહેતા હોય છે અને શસ્ત્રોથી રક્ષણ મળતું હોય છે. જ્યારે પણ અધર્મ વધે ત્યારે શસ્ત્રનો ઉપયોગ કરી અધર્મને હરાવી ધર્મનો વિજય થતો હોય છે. ત્યારે આજરોજ બુધવારે વિજયા દશમી નિમિતે અધર્મ પર ધર્મના વિજય પ્રતિકે ઉજવાતા દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનનો વિશેષ મહિમા રહેલો છે.

    આ મહિમાને વડોદરા શહેર પોલીસ કમિશનર વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રતાપ નગર હેડ ક્વોટર્સ ખાતે શસ્ત્ર પૂજન કર્યું. જે પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા. પૂજનમાં શસ્ત્રની સાથે સાથે ઘોડાની પૂજા તથા પોલીસ કારની પણ પૂજા કરવામાં આવી.

    આ પણ વાંચો: આ શિક્ષકે સાયકલ પર બનાવી નાખ્યા ત્રણ રેકોર્ડ; વાધોને બચાવવા જોડાયેલા છે આ અભિયાનમાં

    શસ્ત્ર પૂજન દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર ભગવાન સમક્ષ પોલીસશસ્ત્રનો સદઉપયોગ અને નાગરિકોને રક્ષણ તેમજ શહેરની સલામતી શાંતિ માટે શસ્ત્રનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય તેવી પ્રાર્થના કરી. પ્રજાજનોની સુરક્ષા શાંતિ અને સલામતી માટે પોલીસને શસ્ત્રો અપાતા હોય છે અને જે શસ્ત્રને પોલીસ દ્વારા દશેરાના પૂજન કરવામાં આવ્યું.
    First published:

    Tags: Dussehra, Dussehra 2022, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन