ચૈત્ર મહિનાની શુભ શરૂઆતે ત્રણ તહેવારોનો ત્રિવેણી સંગમથી શ્રધ્ધાની લહેર...
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા માતાજીના મંદિરો માઈ ભક્તોથી ઉભરાઈ ગયા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Nidhi Dave, Vadodara: ચૈત્ર મહિનાની શુભ શરૂઆતે ત્રણ તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાતા સમગ્ર શહેર ધાર્મિક માહોલ જોવા મળ્યો. માતાજીની આરાધના માટેનો પર્વ એટલે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા જવારા સ્થાપવાની સાથે ઘટ સ્થાપના કરવામાં આવે છે. અને નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે.
આજે ચૈત્ર સુદ એકમના બુધવારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો. જે સાથે મહારાષ્ટ્રીયનો નવા વર્ષ ( ગડી પડવા ) ની પરંપરા મુજબ ઉજવણી કરાઈ.
આજે બુધવારથી માઇ ભક્તો જગત જનનીની ઉપાસનામાં લીન જોવા મળ્યા હતા. શહેરના આર.વી.દેસાઇ રોડ બોલાઈ માતાજી, ઘડિયાળી પોળ અંબાજી
( હરસિદ્ધિ માતાજી ), કારેલીબાગ બહુચર માતાજી, બેંક રોડ પર મહાલક્ષ્મી માતાજી, બી.ઓ.બી. પાછળ મહાકાળી માતાજી, ખંડેરાવ માર્કેટ પાસે વેરાઈ માતાજી - લીમ્બચ માતાજી, હુજરાત પાગા હિંગળાજ માતાજી, માંડવી ટાવર નીચે મેલડી માતાજી સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. જગત જનનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી