Vadodara: ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે શહેરના મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Vadodara: ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે શહેરના મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા....
આજથી ચૈત્ર નવરાત્રી 2022 નો પ્રારંભ થયો છે. મંદિરોમાં માતા રાણીના મંત્રોચ્ચાર થાય છે. આ સાથે જ હિંદુ નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારથી જ દેશભરના દુર્ગા મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.
વડોદરા: આજથી ચૈત્ર નવરાત્રી 2022 નો પ્રારંભ થયો છે. મંદિરોમાં માતા રાણીના મંત્રોચ્ચાર થાય છે. આ સાથે જ હિંદુ નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારથી જ દેશભરના દુર્ગા મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. માતાના મંદિરની બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. ભક્તો મા દુર્ગાનો જયજયકાર કરી રહ્યા હતા. નવરાત્રિના નવ દિવસોમાં માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવી.
આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે, આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા રાણીના આશીર્વાદ મેળવવા અને તેમની ભક્તિમાં ભક્તો ઉપવાસ રાખે છે. ચૈત્ર નવરાત્રીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. શક્તિની આરાધનાનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં દરવાજા સ્થિત આવેલ વરસો પુરાણીક અંબા માતાનું મંદિર આવેલ છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર