Home /News /madhya-gujarat /

વડોદરા: ઢોલ-નગારાના તાલે બોર્ડના વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું, જુઓ VIDEO

વડોદરા: ઢોલ-નગારાના તાલે બોર્ડના વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું, જુઓ VIDEO

કોરોના

કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા આપવા માટે બેઠા.

વિદ્યાર્થીઓનું ઢોલ નગારાના તાલે તથા મોઢું મીઠું કરાવીને ભવ્ય સ્વાગત (Grand welcome) કરવામાં આવ્યું. ફૂલ, ગોળધાણા તેમજ ભગવાનના વંદન સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.

    વડોદરા: આજરોજ સોમવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો (Board Exam) પ્રારંભ થયો છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા (Offline Exam) આપવા માટે બેઠા. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર ના રહે તથા ઉત્સાહભેર પરીક્ષા આપે, તે હેતુસર આજરોજ વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ, સમા ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓનું ઢોલ નગારાના તાલે તથા મોઢું મીઠું કરાવીને ભવ્ય સ્વાગત (Grand welcome) કરવામાં આવ્યું. ફૂલ, ગોળધાણા તેમજ ભગવાનના વંદન સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. તેમાં ખાસ પ્રવેશ સમયે પશ્ચાતાપ પેટી પણ મુકવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Board exam, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन