Vadodara weather news: આજરોજ વાસી ઉત્તરાયણના દિવસે (uttarayan) પણ શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં જ નોંધાયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે.
vadodara news: હવામાન ખાતાની આગાહી (weather forecast) મુજબ ઉત્તરાયણ સુધી કડકડતી ઠંડીનો ચમકારો વડોદરા શહેરમાં (vadodara city) યથાવત રહ્યો છે. આજરોજ વાસી ઉત્તરાયણના દિવસે (uttarayan) પણ શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં જ નોંધાયું હતું.
છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે. જેના કારણે સતત શહેરીજનોને છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો મળી રહ્યો છે અને આજરોજ પણ સવારથી જ ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.
જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલ હતી કે, ઉતરાયણના દિવસે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તે જ પ્રમાણે ગઈકાલે 14મી જાન્યુઆરીના રોજ પવન હોવાના કારણે પતંગ રસિકોમાં ભારે પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તદુપરાંત લોકોએ ખૂબ મજા માણી હતી. વડોદરાવાસીઓ એટલા બધા ઉત્સાહી છે કે, ગઈકાલ ઉતરાયણના દિવસે રાત સુધી પતંગ ચગાવવાની મજા માણી હતી. કારણ કે ખૂબ સારા પ્રમાણમાં હવાની ગતિ નોંધાઈ હતી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી થોડુંક વાદળછાયું વાતાવરણ આજરોજ જોવા મળશે. વડોદરા શહેરના પતંગ રસિકો આટલી ઠંડીમાં પણસ્વેટર પહેરીને પણ પતંગ ચગાવશે. કારણકે વડોદરાવાસીઓ પતંગ ચગાવવાના ખૂબ જ શોખીન છે. ગમે તેવી ઠંડી હોય કે ગરમી હોય પરંતુ પતંગ ચગાવવાનું ચુકશે નહી. કડકડતી ઠંડીમાં પણ ગઈ કાલ લોકોએ રાત સુધી પતંગ ચગાવવાની મજા માણી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર