Home /News /madhya-gujarat /

વડોદરા શહેરમાં શ્રી રામજી ભગવાનનો વરઘોડો નીકળ્યો

વડોદરા શહેરમાં શ્રી રામજી ભગવાનનો વરઘોડો નીકળ્યો

ભગવાન

ભગવાન રામની તસવીર

વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલ તાળફળીયામાં તેરસ નિમિતે શ્રી રામજી ભગવાનનો વડઘોડો કાઢવામાં આવેલ. 

    વડોદરાઃ વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલ તાળફળીયામાં તેરસ નિમિતે શ્રી રામજી ભગવાનનો વડઘોડો કાઢવામાં આવેલ. જે માતા તુલસી સાથે વિવાહ કરવા જઈ રહ્યાં છે. ખૂબ જ ધૂમધામ અને હર્ષોઉલ્લાસથી વરઘોડો કાઢવામાં આવેલ. તદુપરાંત જે રીતે માણસોના લગ્ન થતા હોય છે અને જે રીતની તૈયાયરીઓ કરવામાં આવતી હોય છે, તેવી જ રીતે વરઘોડો કાઢી, મંડપ સજાવવામાં આવેલ તથા તુલસી માતા એમના ઘરે શ્રી રામજીની આવવાની રાહ જઈએ રહ્યાં હતાં.

    શ્રી રામજી તુલસી માતા સાથે વાજતેગાજતે વિવાહ કરવા માટે નીકળ્યા છે. તાળફળિયામાં આવેલ રામજી મંદિર 150 વર્ષ જૂનું છે તથા આ રીતની પરંપરા પણ વર્ષોથી ચાલતી આવે છે. તથા જે પાલખી અને બીજા શૃંગારની વસ્તુઓ તમામ ચાંદીથી ઘડેલ છે. આ તમામ વસ્તુ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયની છે. ઉપરાંત વરઘોડામાં રામજીના પરમ ભક્ત શ્રી હનુમાજી પણ સામેલ થયા હતા.
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन