Home /News /madhya-gujarat /

Vadodara: ચંપાષષ્ઠી દિવસે ભગવાન ખંડોબાના લગ્ન માતા મ્હાલસા સાથે ધામધુમથી થયા સંપન્ન

Vadodara: ચંપાષષ્ઠી દિવસે ભગવાન ખંડોબાના લગ્ન માતા મ્હાલસા સાથે ધામધુમથી થયા સંપન્ન

ભગવાન

ભગવાન ખંડોબા મહારાષ્ટ્રીયન સમાજના કુળ દેવતા છે 

વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે અને ગાયકવાડી સ્ટેટ હતું. ચંમ્પાષષ્ટીના રોજ મહારાષ્ટ્રીયન સમાજના ક?

    વડોદરા:  વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે અને ગાયકવાડી સ્ટેટ હતું. ચંમ્પાષષ્ટીના રોજ મહારાષ્ટ્રીયન સમાજના કુળ દેવતા ભગવાન ખંડોબાના લગ્ન માતા મ્હાલસા સાથે થયા. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. વડોદરા શહેરના આર. વી. દેસાઈ રોડ પર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભગવાન ખંડોબાનું મંદિર આવેલું છે. ત્યા દર વર્ષે એ વડોદરા શહેરના રાજવી પરિવારના સભ્યના હાથે ભગવાના લગ્ન સંમ્પન થાય છે.

    જયરત્ન બિલ્ડીંગ પાસે આવેલા બોલાઈ માતા મંદિરથી ભગવાન ખંડોબાનો વરઘોડો નીકળ્યો હતો. પારંપરિક વાજિંત્રોના સાથે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. લગ્નના દિવસે વરઘોડો આર. વી. દેસાઈ રોડ થઈને ભગવાન ખંડોબાના મંદિર પહોંચ્યો અને ત્યાં ભગવાન ખંડોબાના લગ્ન માતા મ્હાલસા સાથે થયા. આ સમયે ગાયકવાડ પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહેલ. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ હતું. વરઘોડોનું યુવા શક્તિ જાગૃતિ સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: 

    ઉલ્લેખનીય છે કે, શ્રી ખંડેરાવ 2 (ખંડોબા) ભગવાનને પીળા રંગનુ ચંપાનું ફુલ અત્યંત પસંદ છે અને માગસર સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠ્ઠના દિવસે પૂર્ણ થાય છે એટલે આ ઉત્સવને ચંપાષષ્ઠી ઉત્સવ કહેવામાં આવે છે. જે ભગવાનના શુભ વિવાહથી સંપન્ન થયું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર