Home /News /madhya-gujarat /

Vadodara: પૂર્વ મહારાજા શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડના 115 મા જન્મદિવસે ચિત્ર પ્રદર્શનીનું ભવ્ય આયોજન

Vadodara: પૂર્વ મહારાજા શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડના 115 મા જન્મદિવસે ચિત્ર પ્રદર્શનીનું ભવ્ય આયોજન

શ્રીમંત

શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડના 115મા જન્મદિવસ નિમિત્તે ચિત્ર પ્રદર્શનીનું આયોજન

આજરોજ વડોદરાના પૂર્વ મહારાજા શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડના 115મા જન્મદિવસ નિમિત્તે શહેરના આર્ટ કન્ઝરવેટર ચંદ્રશેખર પાટીલ દ્વારા મહારાજાના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજ અને કાલ એમ બે દિવસ શહેરીજનો માટે આયોજિત કરેલ છે. 

વધુ જુઓ ...
    વડોદરા: આજરોજ વડોદરાના પૂર્વ મહારાજા શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડના (Maharaja Pratap Singh Rao Gaekward) 115મા જન્મદિવસ (Birth Anniversary) નિમિત્તે શહેરના આર્ટ કન્ઝરવેટર ચંદ્રશેખર પાટીલ દ્વારા મહારાજાના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શનીનું (Art Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. જે આજ અને કાલ એમ બે દિવસ શહેરીજનો માટે આયોજિત કરેલ છે.

    પહેલાં વડોદરા સ્ટેટ ગણાતું હતું અને વડોદરામાં ગાયકવાડ રાજાઓ દ્વારા વડોદરાને આધુનિક બનાવવામાં ઘણું યોગદાન રહ્યું છે. ત્યારે આજે વડોદરાના પૂર્વ મહારાજા શ્રીમંત પ્રતાપસિંહ રાવ ગાયકવાડનો 115મો જન્મદિવસ છે તેમના જીવન પર બે દિવસીય પ્રદર્શન શહેરના કિર્તીમંદિર નજીક આવેલા આકૃતિ આર્ટ ગેલેરી ખાતે રાખવામાં આવ્યું છે. જેના ઉદઘાટન પ્રસંગે શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને પૂર્વ મહારાજા શ્રીમંત પ્રતાપસિંહ રાવના કેટલાક દુર્લભ ચિત્રો નિહાળી અભિભૂત થયા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ મહારાજાએ 12 વર્ષ સુધી વડોદરા સ્ટેટનું શાસન સંભાળ્યું હતું. વધુમાં તેમણે ચંદ્રશેખર પાટીલ દ્વારા વડોદરાના ઇતિહાસને જીવંત રાખવાની પહેલને બિરદાવી છે.

    શ્રીમંત મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ વિશે:


    શ્રીમંત મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ વર્ષ 1931-1939 દરમિયાન તેઓ બરોડા રાજ્યમાં મુખ્ય-કાર્ય-સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તેમનો રાજ્યાભિષેક 26મી એપ્રિલ, 1939ના રોજ ગાડી - હોલમાં ઉજવવામાં આવ્યો હતો. તેમના સમય દરમિયાન તેમણે લાલ કોર્ટ, બરોડા રેડિયો સ્ટેશન, પોલો ક્લબ, નવસારી જીમખાના, મહારાણા જીમખાના, અમરેલી ક્લબ, કોડીનાર હરબાર વગેરેનું નિર્માણ કર્યું.

    તદુપરાંત પ્રિન્સ ફતેહસિંહરાવ ગાયકવાડ અને પ્રિન્સેસ પદ્માવતી ગાયકવાડ અને મહારાજા સયારાજીરાવ ગાયકવાડના પૌત્ર છે. તેમનું પ્રાથમિક શિક્ષણ મોતીબાગ ખાતે આવેલી પ્રિન્સેસ સ્કૂલમાંથી શરૂ થયું હતું. તેણે પૂનાની ડાક્કન કોલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. ઉપરાંત તેણે એલ.એલ.બી. વર્ષ 1929-30 સુધી બરોડા રાજ્યના વહીવટમાં વિવિધ વિભાગોમાં કામ કર્યું.

    મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડેરોયલ ગાયકવાડ એરો પ્લેન વર્ક્સ તરીકે સ્મોલ એર ક્રાફ્ટની હરણી ખાતે ફેક્ટરી શરૂ કરી.

    તેઓ 1949 માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્થાપક હતા. તેમણે 19માં મેડિકલ કોલેજમાં પણ ફેરફાર કર્યા હતા. તેમણે મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ તરીકે સિંચાઈ વ્યવસ્થા પણ શરૂ કરી હતી. તેમણે બરોડા રાજ્યમાં સ્મોલ સ્કેલ, મિડિયમ સ્કેલ અને ગ્રામ્ય ઉદ્યોગો શરૂ કરવા લોકોને પ્રેરણા આપી હતી. તેણે રોયલ ગાયકવાડ એરો પ્લેન વર્ક્સ તરીકે સ્મોલ એર ક્રાફ્ટની હરણી ખાતે ફેક્ટરી શરૂ કરી.

    1947-48માં ભારતમાં વિલીનીકરણ- બરોડા રાજ્યના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

    પોલો, ગોલ્ફ, ક્રિકેટ અને ટેનિસ તેની પ્રિય રમતો હતી. અને ઘોડેસવારી, શાર્પ શૂટિંગ અને તલવારબાજીમાં નિષ્ણાત હતા. તેઓ ઉદાર સ્વભાવના વ્યક્તિ હતા. અને તે પ્રથમ વ્યક્તિ હતા, જેમણે 1947-48માં ભારતમાં વિલીનીકરણ- બરોડા રાજ્યના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડનું અવસાન 19 જુલાઈ 1968માં થયું હતું.

    આ પણ વાંચો - VADODARA:સયાજી હોસ્પિટલના રેડીએશન ઓંકોલોજી વિભાગનું ત્રીજું આયામ,કેન્સરની નજીવી રકમમાં થશે સારવાર

    હાલમાં ચંદ્રશેખર પાટીલ પાસે આ પ્રકારના 250થી પણ વધુ ચિત્રો છે.

    ઉપરોક્ત તમામ બાબતોને લઈને પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. જેને શહેરીજનો આવીને નિહાળી શકે છે. અને મહારાજા વિશે વિસ્તૃતમાં માહિતી જાણી શકે છે. આ પ્રદર્શનમાં જેટલા પણ ચિત્રો મુકવામાં આવ્યા છે એને ખાસ બનાવવામાં આવ્યા છે. આ તમામ ચિત્રોને ડિજિટલ કરી તથા એમ ખાસ પેઇન્ટિગ કરીને બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ કઠિન કાર્ય છે. હાલમાં ચંદ્રશેખર પાટીલ પાસે આ પ્રકારના 250થી પણ વધુ ચિત્રો છે. જેને બનાવતા લગભગ 12 જેટલા વર્ષ થયાં છે. તથા આ પ્રકારે મહારાજા સયાજીરાવના જીવન પર અનેક કર્યો ચંદ્રશેખર પાટીલ પાસે સંગ્રહિત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rathyatra, રથયાત્રા, વડોદરા શહેર, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन