Home /News /madhya-gujarat /Vadodara: નવરાત્રિમાં ગરબા ખૈલૈયાઓ અવનવા ગરબા સ્ટેપ્સ કરી રમઝટ બોલાવશે; જુઓ વીડિયો

Vadodara: નવરાત્રિમાં ગરબા ખૈલૈયાઓ અવનવા ગરબા સ્ટેપ્સ કરી રમઝટ બોલાવશે; જુઓ વીડિયો

વડોદરાના

વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. 

કોરોનાકાળના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ફરી એક વખત ગરબા આયોજન થવા જઈ રહ્યું છે. નવરાત્રીને હવે માંડ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રી કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે

    Nidhi Dave, Vadodara: કોરોનાકાળના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ફરી એક વખત ગરબા આયોજન થવા જઈ રહ્યું છે. નવરાત્રીને હવે માંડ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રી કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. કોરોનાકાળના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે શહેરના મોટાં ગરબા ગ્રાઉન્ડમાં પુનઃ ગરબાની રમઝટ જામશે. વળી, તેમાં પણ વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. જેને લઈને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવાં મળી રહ્યો છે.

    તેમાં પણ આ વર્ષે ગરબા સ્ટેપ્સમાં નવતર પ્રયોગ કરી તેને વધુ રોમાંચિત કેવી રીતે બનાવી શકાય તેની પૂર્વ તૈયારીઓમાં ગરબા ખેલૈયાઓ પૂર જોશમાં લાગી ગયા છે અને અવનવાં ગરબા સ્ટેપ્સ શીખી રહ્યાં છે. વડોદરા એવું શહેર છે, જ્યાં દરેક ધર્મના લોકો વસે છે. તેમાં પણ વર્ષોથી અહીં સ્થાયી થયેલાં નોન ગુજરાતીઓમાં નવરાત્રીને લઈને એક અલગ જ જોશ જોવા મળી રહ્યો છે. તેમાં પણ નોન ગુજરાતી મહિલાઓ પોતાની નોકરી અને બિઝનેસમાંથી ખાસ ગરબા શીખવા માટે સમય ફાળવી રહી છે.

    શહેરમાં ગરબાને લઈને વિવિધ ગરબા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગરબા ખેલૈયાઓ બે તાલી, ત્રણ તાલીના અલગ અલગ ગરબા શીખી રહ્યા છે. તદુપરાંત ખાસ કરીને પારંપરિક ગરબા જે વર્ષોથી ચાલતા આવ્યા છે એ શીખવામાં વધુ રસ ધરાવતા હોય છે. જે લોકો વડોદરાના નથી એ લોકો ખાસ આ વર્ષે વડોદરાના ગરબા માણવા માટે આવી ગયા છે. કારણ કે વડોદરા શહેરમાં જ ફક્ત એવા ગરબા થાય છે કે જ્યાં તમામ ખેલૈયાઓ એક જૂથ થઈને એક જ ગોળ રાઉન્ડમાં ગરબા રમતા હોય છે.
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन