Home /News /madhya-gujarat /

PM Modi Gujarat Visit: 10 અને 18 જૂન પીએમ મોદી ગુજરાત પ્રવાસે, વડોદરામાં રોડ શોને લઇ મૂંઝવણ

PM Modi Gujarat Visit: 10 અને 18 જૂન પીએમ મોદી ગુજરાત પ્રવાસે, વડોદરામાં રોડ શોને લઇ મૂંઝવણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદી 10 જૂને નવસારી જિલ્લાના ચીકલી તાલુકાના ખુડવેલ ગામમાં આયોજિત સભામાં 3 લાખથી વધુ આદિવાસીઓને સંબોધિત કરશે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 18 જૂને ગુજરાત (PM Narendra Modi Gujarat Visit) ના પ્રવાસે છે. 10મી જૂને તેઓ નવસારી (Navsari)ના ખુડવેલ ગામમાં આદિવાસીઓની સભાને સંબોધશે. 18મી જૂને વડોદરા (PM Modi in Vadodara)માં 5 કિમીનો રોડ શો યોજાશે. જોકે સૂત્રોના હવાલેથી મોટી ખબર પણ સામે આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો (PM Modi Road Show) રદ્દ કરવાાં આવ્યો છે. અગાઉ પાંચ કિલોમીટરના રોડ શોનું આયોજન હતું પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા એરપોર્ટ, સંગમ, મહાવીર ચાર રસ્તા બાદ લેપ્રેસી ગ્રાઉન્ડ સુધીના રોડ શોનું આયોજન હતું પરતું વડોદરા તંત્રના આયોજનને PMO એ મંજૂરી આપી નથી. આ પહેલા પીએમ મોદી મહાકાળીના દર્શન કરવા પાવાગઢ જશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની તૈયારી માટે ગુજરાત સરકારના મંત્રીઓના જૂથે મંગળવારે બેઠક યોજી હતી. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત, ચોમાસાની શરૂઆત પૂર્વેની તૈયારીઓ અને પશુઓના ચારા અને પાણીની વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

    3 લાખ આદિવાસીઓને સંબોધિત કરશે

    વડાપ્રધાન મોદી 10 જૂને નવસારી જિલ્લાના ચીકલી તાલુકાના ખુડવેલ ગામમાં આયોજિત સભામાં 3 લાખથી વધુ આદિવાસીઓને સંબોધિત કરશે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી નવસારીમાં નેશનલ હાઈવે 48 પર એએમ નાઈક હેલ્થકેર હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે. તેનું ઉત્પાદન નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો, જાણો કયાં કેટલા કેસ નોંધાયા

    જાણો સંપૂર્ણ કાર્યક્રમ

    18મી જૂને વડાપ્રધાન મોદી વડોદરામાં લગભગ 5 કિલોમીટરનો રોડ શો કરશે અને લગભગ 4 લાખ લોકોની સામાન્ય સભાને સંબોધશે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે એરપોર્ટથી સભા સ્થળ, સરદાર એસ્ટેટ સુધી રોડ શો થશે. મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર આ પહેલા પીએમ મોદી નજીકના પંચમહાલ જિલ્લામાં સ્થિત પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા જશે.

    આ પણ વાંચો- માત્ર 38 દિવસના બાળકને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મળ્યું નવજીવન

    વડોદરાના સાંસદ રંજન ભટ્ટ મંગળવારે રોડ શો અને સભા સ્થળે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 2014માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી વારાણસીની સાથે વડોદરા લોકસભા બેઠક પરથી લડી હતી, બાદમાં તેમણે વડોદરાની એક બેઠક છોડી દીધી હતી. શહેરમાં વિવિધ સ્થળોએ વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Narendra modi gujarat visit, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર