Home /News /madhya-gujarat /

વડોદરા: હયાતીની ખરાઇ ન કરાવનાર નિવૃત કર્મચારીઓનું પેન્શન અટકશે

વડોદરા: હયાતીની ખરાઇ ન કરાવનાર નિવૃત કર્મચારીઓનું પેન્શન અટકશે

પ્રતિકાત્મક તસવીર

તારીખ ૩૧ જુલાઇ (2૦૧૯) સુધી હયાતી ન કરનાર પેન્શનરનું પેન્શન ઓગસ્ટ-૨૦૧૯ના માસથી બંધ થઇ જશે. ત્યારબાદ હયાતીનું પ્રમાણપત્ર જે માસમાં રજૂ થશે ત્યારપછીના માસથી પેન્શન ચાલુ કરવામાં આવશે

    વડોદરા: પેન્શન ચુકવણા કચેરી, વડોદરાની યાદી જણાવે છે કે, પેન્શરોની હયાતી ખાતરી દર વર્ષે મે, જૂન, જુલાઈ માસમાં કરવાની સૂચનાઓ છે. જે અન્વયે જે પેન્શનરે આજદિન સુધી હયાતીની ખરાઇ ન કરાવી હોય તેઓએ પેન્શન ચૂકવણા કચેરી, વડોદરા ખાતેથી વડોદરા જિલ્લાના તમામ તાલુકા કક્ષાએથી પેન્શન મેળવતા પેન્શરોએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે  ૨૦૧૯ની હયાતી 3૧ જુલાઇ ૨૦૧૯ સુધી રૂબરૂ જઇ સંબધિત બેંકમાં હાજર થઈ અત્રેથી બેંકમાં મોકલાવવામાં આવેલા હયાતીના પ્રમાણપત્ર પર સહી કરી હયાતીની ખરાઇ કરાવાની રહેશે.

    બેન્ક મેનેજરે હયાતીના પ્રમાણપત્રો એમની કક્ષાએથી પ્રમાણિત કરીને પેન્શન ચૂકવણા કચેરી વડોદરાને સમયસર મોકલી આપવાના રહેશે.

    તારીખ ૩૧ જુલાઇ (2૦૧૯) સુધી હયાતી ન કરનાર પેન્શનરનું પેન્શન ઓગસ્ટ-૨૦૧૯ના માસથી બંધ થઇ જશે. ત્યારબાદ હયાતીનું પ્રમાણપત્ર જે માસમાં રજૂ થશે ત્યારપછીના માસથી પેન્શન ચાલુ કરવામાં આવશે. તેથી તમામ પેન્શનરોએ સમયમર્યાદામાં બેંકમાં હયાતીની ખાતરી કરાવી લેવા વિનંતી છે.

    વધુમાં હયાતીના ફોર્મમાં પેન્શનરોના આધાર નંબર પણ છાપવામાં આવેલ હોય તમામ પેન્શનરોએ પોતાનો આધાર નંબર ચકાસી લેવાનો રહેશે તેમજ જે પેન્શનરોના હયાતીના ફોર્મમાં આધાર નંબર ન હોય તેવા પેન્શનરોએ પોતાના આધારકાર્ડની નકલ હયાતીના ફોર્મ સાથે સામેલ રાખવાની વિનંતી છે. જેથી આધારકાર્ડ પેન્શન સાથે લિંક કરી શકાય.

    રાજય સરકારનું પેન્શન ચૂકવતી સંબંધિત બેન્કોને પણ પેન્શનરની સહી થયેલા ફોર્મસ સમયસર અધિકૃત સહી-સિક્કા સાથે પેન્શન કચેરીને સમયસર મળી જાય તેવી સૂચના તિજોરી અધિકારી (પેન્શન) વડોદરાએ આપી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Govt, Pension, ગુજરાત

    આગામી સમાચાર