Home /News /madhya-gujarat /વડોદરા : શાળાઓમાં ફરીથી ધમધમી ઉઠ્યા ધોરણ 9-11ના વર્ગો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કહી આ વાત

વડોદરા : શાળાઓમાં ફરીથી ધમધમી ઉઠ્યા ધોરણ 9-11ના વર્ગો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કહી આ વાત

પ્રતીકાત્મક

પ્રતીકાત્મક તસવીર

offline Education Begins in Vadodara : વડોદરામાં ઑફલાઇન એજ્યુકેશનનો પ્રારંભ જાણો વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાંબા અતંરાલ પછી શાળામાં બેસીને ભણવા અને ભણાવવા અંગે શું કહ્યું

    કોરોનાની (Coronavirus) બીજી લહેર (Second Wave)  શાંત પડતા શિક્ષણ વિભાગ દ્વારા થયેલ જાહેરાત અંતર્ગત સોમવારથી ધોરણ 9 થી 11ના (Std 9to11) વિધાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણનો (Offline Education) આરંભ થયો છે. દોઢ વર્ષ બાદ શાળાએ પહોંચેલ વિધાર્થીઓમાં (Students) ખુશીની લાગણી જોવા મળી હતી. તો વિધાર્થીઓને પ્રત્યેક્ષ રીતે શિક્ષણ આપી શિક્ષકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.

    કોરોનાની પ્રથમ લહેર બાદ આવેલી કોરોનાની બીજી લહેરે ભારે આફત વાળી સાબિત થઈ હતી. જે લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. એ બાબતને ધ્યાનમાં રાખી કોરોના વાયરસનો શિકાર વિધાર્થીઓના બને તેના હેતુસર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શાળા કોલેજ શૈક્ષણિક કાર્ય માટે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને વિધાર્થીઓનો શાળા પ્રવેશ પર પ્રતિબંધ દર્શવવામાં આવ્યો હતો, જે સ્થિતિ હવે શાંત થઈ છે.

    ત્યારે ફરીથી ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઈ છે. ધોરણ 12 બાદ ધોરણ 9 થી 11ના વિધાર્થીઓ માટે સોમવારથી ઓફલાઈન શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, જેને લઇને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. દોઢ વર્ષ જેટલો કોરોના કાળને લઈ વિદ્યાર્થીઓ શાળાએ આવી શક્યા ન હતા અને વિદ્યાર્થીઓને ફક્ત ઓનલાઇન શિક્ષણ જ મેળવ્યું હતું.

    ત્યારે ધોરણ 12 બાદ સોમવારથી ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણની શરૂઆત થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. જોકે પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી. શાળાઓ દ્વારા ઓફલાઈન શિક્ષણની સાથે જે વિદ્યાર્થીઓ હજી પણ શાળાએ આવવા તૈયાર નથી, તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેના હેતુસર ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યો છે.

    ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ચોમાસાની ઋતુને કારણે વાલીઓ ચિંતામાં મુકાયેલા છે. વાલીઓને ભણતરની ચિંતા વર્તાય છે પરંતુ એની સાથે એમના બાળકના સ્વાસ્થ્યની પણ ચિંતા રહેલી છે. જેથી કરીને તેઓ હાજી પણ અસમંજસમાં છે કે બાળકોને શાળાએ મોકલવા યોગ્ય છે કે નહિ.
    First published:

    Tags: Coronavirus, Offline Education, વડોદરા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन