NRIની પ્રોપર્ટી સસ્તામાં પડાવી લેવાના કેસમાં નોટરી અને સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ

News18 Gujarati
Updated: January 2, 2019, 3:29 PM IST
NRIની પ્રોપર્ટી સસ્તામાં પડાવી લેવાના કેસમાં નોટરી અને સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

NRIની 20 કરોડની પ્રોપર્ટી 72 લાખમાં વેચાણ દસ્તાવેજના કાવતરાની તપાસમાં મંગળવારે બે આરોપીની ધરપકડ કરાઇ છે.

  • Share this:
NRIની 20 કરોડની પ્રોપર્ટી 72 લાખમાં વેચાણ દસ્તાવેજના કાવતરાની તપાસમાં મંગળવારે બે આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં બોગસ પાવર ઓફ એટર્ની નોટરાઇઝ કરનાર આણંદના એડવોકેટ અને વડોદરાના સ્ટેમ્પ વેન્ડર તથા દસ્તાવેજ નોંધણીનું કામ કરતાં ચિરાગ ઠક્કરનો સમાવેશ થાય છે.

ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વર્ષ 2012માં તૈયાર થયેલા કહેવાતા બોગસ પાવર ઓફ એટર્ની માટે રૂ.100ના મલ્યનો નોન જ્યુડિ.સ્ટેમ્પનો વપરાશ થયો હતો. જે પબ્લીકના ઉપયોગ માટે 2017માં વેન્ડર સુધી આવ્યો હતો. NRIની પ્રોપર્ટીના સીલસીલામાં એડવોકેટ કમ નોટરી મહંમદ મખ્તાર નુરમહંમદ વહોરા અને હાર્દિક પ્રકાશ ઠક્કર મંગળવારે પહેલી તારીખે ધરપકડ કરાઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એડવોકેટ કમ નોટરી વ્હોરા પાવર ઓફ એટર્ની બોગસ છે તેવું જાણવા છતાં પૈસાની લાલચમાં વર્ષ 2017માં બનેલા 2012ના કહેવાતા પાવર ઓફ એટર્ની ઉપર વડોદરા આવી સહી સિક્કા કર્યાહતા.  જ્યારે હાર્દિક સ્ટેમ્પ વેન્ડર છે દિલીપે હાર્દિક પાસેથી રૂ.100નો સ્ટેમ્પ ખરીદી તેની ઉપર જુની તારીખવાળું ટાઇપિંગ કરાવ્યું હતું બોગલ પાવરથી 20 ઓક્ટોબર 2017ના રોજ દસ્તાવેજની નોંધણી કરાવા મહત્વની ભૂમિકા ભજવી હતી.
First published: January 2, 2019, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading