USથી વડોદરા આવેલા NRI 24 કલાકથી ગૂમ, વિદેશ મંત્રીને કરાઈ જાણ

News18 Gujarati
Updated: November 29, 2018, 2:40 PM IST
USથી વડોદરા આવેલા NRI 24 કલાકથી ગૂમ, વિદેશ મંત્રીને કરાઈ જાણ
મિતલ સરૈયા (ફાઇલ તસવીર)

છેલ્લી વાતચીતમાં માતાને કહ્યું હતું કે તેઓ બેંકમાંથી ચાલીને સીધા ઘરે આવી રહ્યા છે.

  • Share this:
ફરિદાખાન પઠાણ, વડોદરા

વડોદરાઃ અમેરિકાથી વડોદરા આવેલા એનઆરઆઈ તેમજ પૂર્વ ક્રિકેટર મિતલ સરૈયા બુધવારથી લાપતા છે. હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. આ અંગે અમેરિકા સ્થિત ભારતીય એલચી કચેરીને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે. અમેરિકા સ્થિત તેમની પત્ની અને બે પુત્રીઓ તેમના પિતા વડોદરા પહોંચ્યા બાદ ગુમ થઈ જતાં પરેશાન થઈ ગયા છે.

છેલ્લે માતા સાથે કરી હતી વાત

મિતલ સરૈયા શનિવારે પોતાના માતાપિતાને મળવા માટે અમેરિકાથી વડોદરા આવ્યા હતા. મંગળવારે બપોરે આશરે 1.45 વાગ્યે તેઓ મુકતાનંદ સર્કલ પાસે ખાનગી બેંકમાં ગયા હતા. આ સમયે તેમણે તેમની માતા સાથે ફોન પર વાતચીત કરી હતી. માતા સાથેની વાતચીત દરમિયાન તેઓ ચાલીને ઘરે આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં મિતલ સરૈયા સોસાયટીના ગેટ બહારથી કોઈ અજાણી રિક્ષામાં બેઠા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે.

માતા સાથે અંતિમ વાત થયા બાદ તેઓ ભેદી રીતે ગાયબ થઈ ગયા હતા. આ મામલે વડોદરાની કારેલીબાગ પોલીસ તેમજ શહેર ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને તેમની શોધખોળ આદરી છે.

મિતલ સરૈયા અમેરિકાના ફ્લોરિડામાં રહે છે, તેમજ ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવે છે. તેઓ છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં જ રહેતા હોવની માહિતી મળી છે. તેઓ વડોદરા તેમના માતાપિતાની તબીયત પૂછવા માટે આવ્યા હતા, તેમજ ડિસેમ્બરમાં અમેરિકા પરત ફરવાના હતા.આ પણ વાંચોઃ હવે NRI વ્યક્તિ પણ RTI હેઠળ અરજી કરી મહિતી માંગી શકશે

અપહરણની દિશામાં તપાસ

અચાનક ગાયબ થઈ ગયેલા એનઆરઆઈની શોધવા માટે મથી રહેલી પોલીસ અપહરણની આશંકાને ધ્યાનમાં રાખીને પણ તપાસ શરૂ કરી છે. એવી પણ વિગતો જાણવા મળી છે કે સરૈયા જ્યારે વર્ષ 2016માં વડોદરા આવ્યા હતા ત્યારે કોઈ આવારા તત્વોએ પોલીસ હોવાનો ઢોંગ કરીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે હવે જે રિક્ષામાં સવાર થઈને સરૈયા ગયા હતા તેની શોધખોળ શરૂ કરી છે. એટલું જ નહીં તેમના ફોન કોલની ડિટેઇલ સહિતની વિગતો મેળવવાનું કામ પણ શરૂ કર્યું છે.
First published: November 29, 2018
વધુ વાંચો
अगली ख़बर