વડોદરાઃ ત્રણ દિવસથી લાપતા NRI મિતલ સરૈયા જાતે જ ગુમ થઈ ગયા?

News18 Gujarati
Updated: December 1, 2018, 8:04 AM IST
વડોદરાઃ ત્રણ દિવસથી લાપતા NRI મિતલ સરૈયા જાતે જ ગુમ થઈ ગયા?
ગુમ થયેલા એનઆરઆઈ મિતલ સરૈયા

બેંકમાંથી નીકળ્યા બાદ NRI મિતલ સરૈયા જે રિક્ષામાં બેઠા હતા તેના ચાલકને પોલીસ શોધી કાઢ્યો.

  • Share this:
વડોદરાઃ અમેરિકાથી વડોદરા આવ્યા બાદ ગુમ થઈ ગયેલા એનઆરઆઈ તેમજ પૂર્વ ક્રિકેટર મિતલ સરૈયા છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયા છે. આ મામલે પોલીસને કોઈ મહત્વની સફળતા પ્રાપ્ત નથી થઈ. જોકે, મિતલ સરૈયા બેંકમાંથી બહાર નીકળ્યા બાદ જે રિક્ષામાં બેસીને ગાયબ થઈ ગયા હતા તે રિક્ષા ચાલકને પોલીસ શોધી કાઢ્યો છે.

રિક્ષા ચાલકની પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે તેણે મિતલ સરૈયાને વડોદરાના એસ.ટી. સ્ટેન્ડ ખાતે ઉતાર્યા હતા. જોકે, એસ.ટી.ના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાંથી તેમની કોઈ કડી મળી નથી. બીજી તરફ ગુમ થયેલા એનઆરઆઈને શોધવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમો અન્ય સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી રહી છે.

મિતલ સરૈયાનું વોટ્સએપ ચાલુ થયું

પોલીસને એવી પણ માહિતી મળી છે કે ગુરુવારે બપોરે થોડા સમય માટે એનઆરઆઈ મિતલનું વોટ્સએપ ચાલુ થયું હતું. જોકે, થોડા સમયમાં જ તે ફરીથી બંધ થઈ ગયું હતું. બીજી તરફ પોલીસ એવી પણ આશંકા વ્યક્ત કરી રહી છે કે શક્ય છે કે આર્થિક ભીડને કારણે એનઆરઆઈ જાતે જ ગાયબ થઈ ગયા હોય. આ મામલે મિતલ સરૈયાના પરિવાર તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકાથી વડોદરા આવેલા પૂર્વ ક્રિકેટર અને NRI મિતલ સરૈયા રહસ્યમય સંજોગોમાં ગુમ

માતા સાથે થઈ હતી અંતિમ વાતમિતલ સરૈયા શનિવારે(24મી નવેમ્બર, 2018) પોતાના માતાપિતાને મળવા માટે અમેરિકાથી વડોદરા આવ્યા હતા. મંગળવારે બપોરે આશરે 1.45 વાગ્યે તેઓ મુકતાનંદ સર્કલ પાસે ખાનગી બેંકમાં ગયા હતા. આ સમયે તેમણે તેમની માતા સાથે ફોન પર વાતચીત કરી હતી. માતા સાથેની વાતચીત દરમિયાન તેઓ ચાલીને ઘરે આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં મિતલ સરૈયા સોસાયટીના ગેટ બહારથી કોઈ અજાણી રિક્ષામાં બેઠા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે.

મિતલ સરૈયા અમેરિકાના ફ્લોરિડામાં રહે છે, તેમજ ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવે છે. તેઓ છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં જ રહેતા હોવની માહિતી મળી છે. તેઓ વડોદરા તેમના માતાપિતાની તબીયત પૂછવા માટે આવ્યા હતા, તેમજ ડિસેમ્બરમાં અમેરિકા પરત ફરવાના હતા.
First published: December 1, 2018
વધુ વાંચો
अगली ख़बर