Home /News /madhya-gujarat /Vadodara: નિ:સહાય અને જરૂરિયતમંદ વૃદ્ધોના શ્રવણ છે નીરવ ઠક્કર; આવી રીતે કરે છે સેવા

Vadodara: નિ:સહાય અને જરૂરિયતમંદ વૃદ્ધોના શ્રવણ છે નીરવ ઠક્કર; આવી રીતે કરે છે સેવા

X
નિઃસહાય

નિઃસહાય વૃદ્ધોને નવજીવન આપવા માટે કળિયુગનો શ્રવણ..

વડોદરામાં નીરવ ઠક્કર નિ:સહાય વૃદ્ધોની સેવા કરી રહ્યાં છે. શ્રવણ બની લોકોને ભોજન કરાવી રહ્યાં છે. તેમજ 100થી વધુ ભોજન કરાવી રહ્યાં છે. તેમજ વાળ દાઢી કાપી અને નવડાવી ફરી એક નવજીવન પ્રદાન કરે છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના રાજમાર્ગો તેમજ ફુથપાથ ઉપર જીવનની અંતિમ ક્ષણ વિતાવી રહેલા નિઃસહાય વૃદ્ધોને નવજીવન આપવા માટે શ્રવણ બની આવેલા શહેરનો યુવાન નીરવ ઠક્કરે રસ્તે રઝળતા વૃદ્ધોની સેવા કરી સારવાર અને રહેવા તેમજ જમવાની સુવિધા ઉભી કરે છે.  કળ્યુગના શ્રવણની અનોખી કહાની; નિ:સહાય અને જરૂરિયતમંદ વૃદ્ધોની આવી રીતે કરે છે સેવા

સેવાનાં 500 દિવસ પુરા થયા

શ્રવણ સેવા છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે. નીરવ ઠક્કરની સાથે રજનીકાંત અને એમના પત્ની સવારે વહેલા ઉઠી 100 ગરીબો માટે ભોજન બનાવે છે. સેવા જ પરમો ધર્મ,  વડોદરામાં ભુખ્યાને ભોજનના ઉમદા હેતુથી સામાજિક કાર્યકર નીરવ ઠક્કર અને રજનીકાંત દ્વારા કોરોના કાળથી નિરાધાર અને નિ:સહાય લોકોને બે ટંક ભોજન મળે તે માટે શ્રવણ સેવા ચલાવે છે. આજે આ સેવાને 500 દિવસ પુરા થયા છે.

100 લોકોને ભોજન પુરું પાડે છે

નીરવ ઠક્કર અને રજનીકાંતએ 20 લોકોને એક સમયનું જમવાનું આપી શરુ કરેલી શ્રવણ સેવામાં હવે રોજના 100 લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે, તે પણ ઘરે બનેલું હોય છે.  રજનીકાંતના પત્ની રોજ સવારે વહેલા ઉઠી 100 લોકો માટે ભોજન બનાવે છે અને એ જ ભોજન તેમના ઘરે પણ તમામ લોકો ખાય છે. આ અનોખી શ્રવણ સેવામાં અનેક વડોદરાવાસીઓ પણ સહભાગી થઇ રહ્યા છે.

દિકરો બની વૃદ્ધોની સેવા,સારવાર કરે

શહેરનો યુવાન નીરવ અને શ્રવણ સેવા ટ્રસ્ટ રસ્તે રઝળતા વૃદ્ધોની સેવા કરે છે, દિકરો બની વૃદ્ધો માટે સારવાર, રહેવા-જમવાની સુવિધા ઊભી કરે છે. વાળ દાઢી કાપી અને નવડાવી ફરી એક નવજીવન પ્રદાન કરે છે. શહેરીજનોને પણ આ સેવામાં જોડાવું હોય તો સંપર્ક કરી શકે છે: 91 8000402870
First published:

Tags: Local 18, Poor people, Service, Trust, Vadodara