Home /News /madhya-gujarat /VADODARA:SSG હોસ્પિટલમાં ગંભીર બિમારી હિપેટાઇટિસનું થાય છે વિના મૂલ્યે સારવાર, મોઘી દવાઓ મળે છે ફ્રિમાં

VADODARA:SSG હોસ્પિટલમાં ગંભીર બિમારી હિપેટાઇટિસનું થાય છે વિના મૂલ્યે સારવાર, મોઘી દવાઓ મળે છે ફ્રિમાં

મોંઘો વાયરલ લોડ ટેસ્ટ વિનામૂલ્યે સયાજી હૉસ્પિટલમાં થાય છે..

નેશનલ વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ સયાજી હોસ્પિટલમાં નવી અને મોંઘી દવાઓ મફત આપવામાં આવે છે અને મોંઘો વાયરલ લોડ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે.સારવાર દરમિયાન દર મહિને રૂ. 5 થી 7 હજારની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

    નિધિ દવે, વડોદરા:જિલ્લામાં કમળાની બિમારીને રોકવાનેશનલ વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ (National Viral Hepatitis Control Programme ) હેઠળ સયાજી હોસ્પિટલમાં ( Sayaji Hospital ) નવી અને મોંઘી દવાઓ મફત આપવામાં આવે છે અને મોંઘો વાયરલ લોડ ટેસ્ટ (Viral Load Test) વિનામૂલ્યે થાય છે. બી અને સી પ્રકારના વાયરસથી થતો હિપેટાઇટિસ - કમળો પ્રમાણમાં ગંભીર છે પણ ત્રણેક મહિના સુધી નિર્ધારિત દવાઓ સમયસર અને સૂચવેલા પ્રમાણમાં લેવાથી મટી શકે છે.વાયરલ કમળો એ,બી,સી,ડી અને ઈવાયરસના લીધે થાય છે. હિપેટાઇટિસ( Hepatitis) કે કમળો એટલે સાદી ભાષામાં યકૃત( liver) એટલે કે લીવરનો સોજો. જો તેની સમયસર ઉચિત અને પૂરતી સારવાર લેવામાં ન આવે તો તે લીવરની ગંભીર બીમારી અને હિપેટોસેલ્યુલર( Hepatocellular) કેન્સર સુધી દોરી લઈ જઈ શકે છે.જો કે સમયસર અને ઉચિત સારવાર થી આ રોગ સહેલાઇથી મટી જાય છે.

    વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રેરણાથી દર વર્ષે 28 મી જુલાઈના રોજવર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરાય છે.

    વાયરલ કમળાનો રોગ અને તેમાં પણ બી અને સી પ્રકારના વાયરસથી થતો કમળો જાહેર આરોગ્ય માટે જોખમ સમાન છે. તેને અનુલક્ષીને વાયરલ કમળાથી બચવાની લોક જાગૃતિ કેળવવા દર વર્ષે 28 મી જુલાઇની વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની એટલે કે વિશ્વ કમળા નિવારણ જાગૃતિ દિવસ તરીકે ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રેરણાથી કરવામાં આવે છે. આ દિવસ કમળા માટે જવાબદાર બી પ્રકારના વાયરસ અને તેની રસી ના શોધક, નોબલ ઈનામ વિજેતા ડો.બરુચ બ્લૂમબર્ગનો જન્મ દિવસ છે અને તેમને આદર અંજલિ આપવા તેની ઉજવણી કરવામાં આવે છે.

    સારવાર દરમિયાન દર મહિને રૂ. 5 થી 7 હજારની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

    ઉપરોક્ત જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના હિપેટાઇટિસ નોડલ ઓફિસર ડો.હિમાંશુ રાણાએ જણાવ્યું કે, ભારત સરકારના નેશનલ વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ - nvhcp હેઠળ સયાજી હોસ્પીટલમાં નવી અને મોંઘી દવાઓ સારવાર હેઠળના દર્દીઓને મફત આપવામાં આવે છે અને મોંઘો વાયરલ લોડ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. નવ સંશોધિત દવાઓ આ પ્રકારના કમળાના ઇલાજમાં અકસીર છે જે રાજ્યનો આરોગ્ય વિભાગ ઉપલબ્ધ કરાવે છે. સારવાર દરમિયાન દર મહિને રૂ. 5 થી 7 હજારની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

    છેલ્લા 5 વર્ષમાં સયાજી હોસ્પિટલમાં બી પ્રકારના કમળાના 1.13 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા:ડો.હિમાંશુ રાણા,નોડલ ઓફિસર

    નોડલ ઓફિસર ડો.હિમાંશુ રાણાએ માહિતી આપતાં જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં સયાજી હોસ્પિટલમાં બી પ્રકારના કમળાના 1.13 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2,342 પોઝિટિવ હતા. સી પ્રકારના કમળાના 88,000 ટેસ્ટમાં 600 કેસો પોઝિટિવ મળ્યા જ્યારે એ પ્રકારના 7 હજાર ટેસ્ટમાં થી 941 અને ઈ પ્રકારના 6,900 ટેસ્ટમાંથી 584 કેસો પોઝિટિવ મળ્યા. આરોગ્ય વિભાગ બી પ્રકારના કમળાની સારવાર માટે નવ સંશોધિત એન્ટેકાવિર અને ટેનોફોવિર, સી પ્રકારના કમળાના ઈલાજ માટે સોફોસબુવિર, ડેક્લેટાસ્વિર અને વેલપેટાસ્વિર જેવી દવાઓ પૂરી પાડે છે.



    ત્રણ માસની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં થતા મોંઘા ઘાટ ટેસ્ટ સયાજી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે.

    ત્રણ માસની સારવાર દરમિયાન આ મોંઘી દવાઓ અને વાયરલ લોડ ફેક્ટર ટેસ્ટ, જે ખાનગી હોસ્પિટલમાં રૂ. 5 હજારનો થાય તે સયાજી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, અમારા વિભાગને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરનું પીઠબળ પ્રોત્સાહિત કરે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन