વડોદરાઃ નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિપેરિંગ કામ, 12 કલાકનું શટડાઉન

News18 Gujarati
Updated: April 30, 2019, 4:23 PM IST
વડોદરાઃ નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિપેરિંગ કામ, 12 કલાકનું શટડાઉન
ફાઇલ તસવીર

વડોદરા મહાનગરપાલિકા ઘ્વારા આજે શહેરનાં પુર્વ - દક્ષિણ વિસ્તારોમાં પાણી કાપ જાહેર કર્યો છે. નિમેટા વોટર ટ્રીટમેન્ટ સહિત 12 જેટલા લિકેજ વાલ્વનું રીપેરીંગનાં પગલે આજે મંગળવારે પાણી કાપ છે.

  • Share this:
ફરીદખાન, વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકા ઘ્વારા આજે શહેરનાં પુર્વ - દક્ષિણ વિસ્તારોમાં પાણી કાપ જાહેર કર્યો છે. પાંણી વિતરણમાં કાપને લઇને 10 ટાંકી વિસ્તારો માં સ્થાનિકો માટે પીવાનાં પાણી અને ઘરવપરાશના પાણીની મુશકેલી વઘી છે. નિમેટા વોટર ટ્રીટમેન્ટ સહિત 12 જેટલા લિકેજ વાલ્વનું રીપેરીંગનાં પગલે આજે મંગળવારે પાણી કાપ છે.

મળતી માહિતી પ્રમાણે મનપા ઘ્વારા આજે સવારથી રિપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને તે મોડી રાત સુઘી મરામતનું કાર્ય પુર્ણ થઇ જશે. આવતીકાલથી પાણી વિતરણ રાબેતા મુજબ થઇ જાય તેવી શકયતાઓ શકયતાઓ વ્યકત કરી છે.

મનપાના નાયબ કાર્યપાલક ઇજનેર મનસુખ બગડા સહિતના અઘિકારીઓના મોનિટરિંગમાં નિમેટા વોટર ટ્રીટમેન્ટ પલાન્ટ નંબર 03 પર રિપેરીંગ કાર્ય હાથ ઘરવામાં આવ્યું છે. અને મનપાના અઘિકારીઓએ આશા વ્યકત કરી છે આજે મરામતનુ કાર્ય પુર્ણ થઇ જશે.

આવતી કાલ બુધવારથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમા પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં લો પ્રેશરની પાણી સમસ્યા અને દૂષિત અને દૂગંઘ વાળા પાણીની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં દૂષિત પાણીને લઇને આક્રોશ ફેલાતો જોવા મળે છે.

હવે મનપા દ્વારા આ સમસ્યા દૂર કરવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્થાનિકો પણ આશા રાખે છે કે પાંણીની સમસ્યા જલ્દીથી ઉકેલ આવે વડોદરાની પાણી વિતરણમા લો પ્રેસર અને વાસ મારતા પાણીની સમસ્યાની ગંભીરતા લે લઇને માંજલપુરમાં ભાજપનાં ઘારાસભ્ય અને રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલે વડોદરા મનપા કમિશનરને લેખિતમાં પત્ર લખી પાણીની ગંભીર સમસ્યાને ઝડપીથી કાયમી રૂપે ઉકેલવા માંગ કરી છે.
First published: April 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com