વડોદરા: વડોદરા શહેરના ન્યૂઝપેપર વિતરક અજય ભાઈ દળવીની દીકરી અક્ષદા 15 વર્ષની ઉંમરમાં 9 ગોલ્ડ સહિત 23 મેડલ કરાટે અને કિક બોક્સિંગમાં મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પૂણેમાં યોજાનાર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેની પસંદગી કરાઈ છે.
અક્ષદા 11 વર્ષની ઉંમરે સલાટવાડામાં એમ.સી.હાઈસ્કૂલમાં કરાટે શીખતાં શીખતાં નેશનલ લેવલે પહોંચી ગઈ છે. ધોરણ-10માં અભ્યાસ કરે છે. અક્ષદા 11વર્ષની હતી, ત્યારે પપ્પાએ એક મહિનો કરાટે શીખવા મોકલી કહ્યું હતું કે, જો તને ગમે તો કરાટે ચાલુ રાખજે અને ન ગમે તો બીજું કંઈ કરજે પરંતુ એક મહિનાની ટ્રેનિંગ દરમિયાન અક્ષદાને કરાટેનો મોહ એવો લાગ્યો કે, પપ્પાને કહી દીધું મારે કરાટેમાં જ આગળ વધવું છે અને કરાટેમાં ગોલ્ડ મેડલ સુધી પહોંચી. પરંતુ ગોલ્ડ મેડલ અક્ષદા લક્ષ્ય નથી. ઇન્ટરનેશનલ લેવલે ઓલમ્પિક રમવાનું સપનું છે.
અક્ષદાના પિતા પેપર વિતરણનું કામ છે. આજે પુત્રીની પસંદગી ઇન્ટરનેશનલ કક્ષાએ થઈ છે તેની તેમને ખુશી છે. તેના પિતાનું સપનું છે કે, તેમની દીકરી આર્મીની અંદર જાય અને દેશની સેવા કરે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર