પાદરા: વળગણના વહેમમાં પરિણીતા સળગી, પોલીસે 'ભૂત' સામે ફરિયાદ નોંધી?

News18 Gujarati
Updated: July 7, 2018, 8:35 AM IST
પાદરા: વળગણના વહેમમાં પરિણીતા સળગી, પોલીસે 'ભૂત' સામે ફરિયાદ નોંધી?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 7, 2018, 8:35 AM IST
વડોદરા પાસે આવેલા પાદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાદરાના રામદેવ વિસ્તારમાં એક 19 વર્ષની મહિલાએ પોતાની જાતને કેરોસીન નાંખીને સળગાવી દીધી. આવું કરવા પાછળનું કારણ મહિલા માની રહી હતી કે તેને કોઇ ભૂત વળગ્યું છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. વડુ પોલીસે જાણવા જોગ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ભૂત સામે ગુનો નોંધ્યાની અફવાએ જોર પકડતા પોલીસે સ્પષ્ટ કહ્યું હતું કે ભૂત સામે કોઇ ફરિયાદ નોંધાઇ નથી.

આખો બનાવ

આ મામલે મળતી માહિતી પ્રમાણે પાદરાના ચોકારીના રામદેવપુરા વિસ્તારના રહેવાસી અભેસિંહ દલપતસિંહ પઢિયારના લગ્નને હજી 6 મહિના પણ પુરાં થયાં ન હતાં. અભેસિંહના જેની સાથે લગ્ન થયાં હતાં તે મનિષાબેન આંકલાવ ગામના રહેવાસી હતાં. બે દિવસ પહેલા એટલે કે પાંચમી તારીખે મનિષાબેને પોતાના સાસરામાં મને ભૂત વળગ્યું છે તેમ કહી પોતાના પર કેરોસીન છાંટીને સળગી ગયાં હતાં. આખા શરીરે ગંભીર હાલતમાં પ્રથમ વડુ સરકારી દવાખાનામાં બાદમાં વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.

પરિણીતાનું નિવેદન

પરિણીતાએ પોતાના નિવેદનમાં લખાવ્યું હતું કે, ભૂતે તેને કહ્યું તે પ્રમાણે તેણે ઘરમાં પડેલું કેરોસીન શરીર પર છાંટી દીવાસળીથી આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત ફોર્મના કોલમ નં. 9માં આ બનાવ માટે તમે કોને જવાબદાર માનો છો તેનું નામ, સરનામું આપી શકો છો તેવા સવાલના જવાબના કોલમમાં પરિણીતાએ ભૂત લખાવ્યું હતું. જેના કારણે લોકોમાં અફવાએ જોર પકડ્યું હતું કે પોલીસે ભૂત સામે ગુનો નોંધ્યો છે.

આ મામલામાં મનિષાબેનના પરિવારે તેના સાસરીપક્ષ પર આક્ષેપ મુકતા કહ્યું કે મારી દીકરીએ આવું નથી કર્યું તેને સળગાવવાનો પ્રયાસ થયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
First published: July 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...