Navratri 2021 : વડોદરા કિન્નર સમાજના અગ્રણી અંજુમાસી અને તમામ કિન્નર સમાજના અગ્રણીઓ દર વર્ષે નવરાત્રિ નિમિત્તે માતાજીની ખુબજ ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે. જુઓ વીડિયો
Navratri 2021 : વડોદરા કિન્નર સમાજના અગ્રણી અંજુમાસી અને તમામ કિન્નર સમાજના અગ્રણીઓ દર વર્ષે નવરાત્રિ નિમિત્તે માતાજીની ખુબજ ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે. જુઓ વીડિયો
વડોદરા શહેરના બરાનપુરામાં આવેલ અખાડા ખાતે તમામ કિન્નર સમાજના લોકો એ ભેગા મળી અંજુમાસીની આગેવાનીમાં પરંપરાગત ત્રણ તાલીના ગરબા કરી માતાજીની આરાધના (Vadodara Kinna Eunuchs Garba Video) કરી હતી. વડોદરા કિન્નર સમાજના અગ્રણી અંજુમાસી અને તમામ કિન્નર સમાજના અગ્રણીઓ દર વર્ષે નવરાત્રિ નિમિત્તે માતાજીની ખુબજ ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કરતા હોય છે. તેજ રીતે આ વખતે પણ બરાનપુરામાં આવેલ અખાડાના પ્રાંગણમાં માતાજીના મંદિરે માતાજીની પૂજા અર્ચના કરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. સાથે સાથે કોરોનામાંથી દેશ મુક્ત થાય અને તમામનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી માતાજીને પ્રાથના કરવામાં આવી હતી.