Home /News /madhya-gujarat /

વડોદરા : નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ગરબાના આનંદ સાથે એક્સરસાઈઝ - VIDEO

વડોદરા : નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ગરબાના આનંદ સાથે એક્સરસાઈઝ - VIDEO

વડોદરામાં

વડોદરામાં ગરબા સાથે કસરત

નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને શહેરના વારસીયા રિંગરોડ સ્થિત આવેલા ઉર્શી ફિટનેસ ખાતે ગરબા સાથે એક્સરસાઈઝ કરવામાં આવી રહી

    વડોદરા : નવરાત્રી (Navratri 2021) પર્વને ધ્યાનમાં રાખીને શહેરના વારસીયા રિંગરોડ સ્થિત આવેલા ઉર્શી ફિટનેસ ખાતે ગરબા સાથે એક્સરસાઈઝ (Exercise with Garba) કરવામાં આવી રહી છે. વડોદરા શહેર (Vadodara City)) વારસીયા રીંગ રોડ ખાતે આવેલા ઉર્વી ફિટનેસ સેન્ટર ખાતે છેલ્લા અગિયાર વર્ષોથી મહિલાઓ અને યુવતીઓને ડાન્સ, ગરબા (Navratri Garba)) સાથે શરીરની સ્વસ્થતા કેળવાય તે માટે એક્સરસાઇઝ કરાવવામાં આવે છે.

    નવરાત્રી પર્વ (Navratri Festival)ને હવે જૂજ દિવસો બાકી છે, ત્યારે મહિલાઓ તથા યુવતીઓને ઓફલાઇન તેમજ ઓનલાઇન ગરબા સાથે એક્સરસાઇઝ કરાવવામાં આવી રહી છે. જેનો મુખ્ય હેતુ આજની ભાગદોડ વાળી તથા માનસિકતણાવ વાળી જીંદગી વચ્ચે શરીરની સ્વસ્થતા જળવાય સાથે સાથે નવરાત્રી દરમિયાન નવા નવા સ્ટેપ્સ સાથે ગરબાના આનંદને પણ માણી શકાય તે રીતે હાલમાં ગરબા સાથે એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે.

    જેમાં દેશ તથા વિદેશથી ચારસો ઉપરાંત યુવતીઓ અને મહિલાઓ ઓફલાઇન, ઓનલાઇન જોડાયેલા છે. દરરોજની ગરબા સાથેની આ હળવી કસરત થકી શરીરમાં કેલેરી બર્ન થાય છે અને તેના થકી શરીરને તાજગી, સ્વસ્થતા મળે છે. સાથે સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે. અહીં 40 (પ્લસ)ની મહિલાઓ તથા યુવતીઓ દરરોજના અહીં બોલીવુડ સોંગ્સ સાથે વર્કઆઉટ કરે છે, જેનાથી શારીરિક અને માનસિક સ્વસ્થતાનો અનુભવ અહીં જોડાયેલા લોકો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ઉર્વી ફિટનેસના સંચાલિકા ઉર્વી ભારવાનીએ વિસ્તૃત માહિતી આપી હતી.
    First published:

    Tags: Exercise, Garba steps, Navratri 2021, Navratri Festival, Vadodara news, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन