Vadodara Crime News: નવલખી ગેંગરેપના કેસની (Navlakhi gang rape case) સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ ગઇ છે. આજે, બુધવારે ચુકાદમાં કોર્ટે બંને આરોપી કિશન માથાસુરીયા અને જશા સોલંકીને દોષિત જાહેર કર્યાં છે.
Vadodara news: આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની (Navlakhi gang rape case) સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ ગઇ છે. આજે, બુધવારે ચુકાદમાં કોર્ટે બંને આરોપી કિશન માથાસુરીયા અને જશા સોલંકીને દોષિત જાહેર કર્યાં છે. અને કોર્ટે બંને આરોપી કિશન માથાસુરિયા અને જશા સોલંકીને આજીનવ કેદની સજા ફટકારી છે. આ કેસના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેસ્ટ (rarest of rare case) હોવાનું જણાવી બંને આરોપીઓને મૃત્યુદંડની સજા કરવા રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બર 2019ની રાત્રે બે નરાધમોએ એક સગીરાને (gang rape on minor) પીંખી નાખી હતી. પોલીસે ગત વર્ષે 22 જાન્યુઆરીના રોજ ચાર્જશીટ ફાઈલ કરી હતી. તેના પાંચ દિવસ બાદ એટલે કે 27 જાન્યુઆરીએ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.સગીરા પોતાના મંગેતર સાથે બેઠી હતી
આ ઘટનાની વિગત ચકાસીએ તો, 28 નવેમ્બર 2019ના રાતે સવા આઠની આસપાસ 14 વર્ષની કિશોરી તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડ પર ગઇ હતી. નવલખી ગ્રાઉન્ડમાં આવેલા ટ્રાન્સફોર્મરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કિશોરી અને તેનો મંગેતર મોપેડ પાર્ક કરીને બેઠા હતા. આ દરમિયાન આરોપીઓ કિશન કાળુભાઇ માથાસુરિયા (રહે.તરસાલી ગુરુદ્વારા ફૂટપાથ પર, મૂળ રહે. રાજકોટ ) અને જશો વનરાજભાઇ સોલંકી (રહે. રાજાનંદ બિલ્ડીંગ પાસે, સોમા તળાવ, મૂળ રહે.અમરેલી )આવ્યા હતા.
આરોપીઓએ પહેલા બંનેને ધમકાવ્યા
આરોપીઓએ બંનેને ધમકાવ્યા હતા જેથી તેઓ પોતાનું વાહન લઇને ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા. પરંતુ આરોપી જશાએ વાહનની ચાવી લઇને મોપેડમાં મુકી દીધી હતી. આ દરમિયાન બીજો આરોપી કિશન છોકરીને લઇને ઝાડીઓમાં જતો રહ્યો હતો. ત્યારે સગીરાના મંગેતરે બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપીઓએ તેને ધક્કો મારીને ફેંકી દીધો હતા. જે બાદ ઝાડીઓમાં લઇ જઇને બંનેએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને અકુદરતી સેક્સ પણ કર્યું હતું.
સગીરાએ કહ્યું હતું કે, તમે પોલીસ હોવ તો મને મમ્મીને ફોન કરવા દો
સગીરાએ આ યુવાનોને પહેલા જ કહ્યું હતું કે, જો તમે પોલીસ છો તો મને મારી મમ્મી સાથે ફોન પર વાત કરાવી દો કે અમને પોલીસ સ્ટેશન લઇ, જાવ મને કેમ આવી રીતે લઇ જાવ છો. જે બાદ મંગેતરને પણ માર માર્યો હતો. નરાધમોએ સગીરાનું મોઢુ દબાવી ઝાડીઓમાં ખેંચી જતાં મંગેતરે પોલીસને કોલ કર્યો હતો પરંતુ કોલ નહીં લાગતા તેણે મિત્રને જાણ કરી હતી.
મંગેતરના ઓડિયા થયા હતા વાયરલ
તેના બે કોલના ઓડિયો વાયરલ થયા હતા. આ કોલમાં તેણે મિત્રને કોલ કરી જણાવ્યું હતું કે, એ ભાઇ.. મેરી ફન્ટરકો ઝાડીઓમે લે ગયે, જલ્દી વે, પુલીસવાલો કો ફોન નહીં લગ રહા હૈ ભાઇ, દો-તીન જને અંદરથી ફટકે લેકે આયલે, મેરી ફન્ટરકો અંદર ખેંચ ગયે ઝાડીયો મેં. મેં ભગ કે ઇધર આયા. વે જલદી ફોન કરને પુલીસ વાલે કો. તું ટોલે કો લેકે આ જલ્દી આ..ફટકે લેકે આઇયો ફટકે.. વે જલ્દી આ પન કીતને જનો કો લેકર આયેગા..વે મરી ફન્ટર કો માર વાર ડાલેંગે તો ખોટી, જલદી આ...
70 પાનાની દલીલો રજૂ કરાઇ હતી
સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રવિણ ઠક્કરે 70 પાનાની દલીલો રજૂ કરી હતી.જેમાં જણાવ્યું હતું કે, પીડિતાએ ફરિયાદ કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.જાતીય ગુનાઓ વિરૃદ્ધ બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-2012ની કલમ 4 (2), 6 (1), 8, 10, 17નો કેસ પુરવાર થાય છે. આરોપીઓએ 14 વર્ષની બાળકી પર ખૂબ જ બેરહેમી પૂર્વક ગુના આચર્યો છે. જે જધન્ય પ્રકારનો અપરાધ છે.અને એક પ્રકારનું રાક્ષસી અને પિશાચી ગણી શકાય તેવું કૃત્ય છે. આ કૃત્યથી નાની ઉંમરની બાળાનું જીવન બરબાદ થઇ ગયું છે અને તેને આઘાત લાગ્યો છે. આરોપીઓએ આચરેલો ગુનો રેરેસ્ટ ઓફ ધ રેર પ્રકારનો છે.પોક્સો એક્ટની કલમ હેઠળ મૃત્યુદંડની સજાની જોગવાઇ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર