Home /News /madhya-gujarat /

નર્મદા નદીમાં પાણીની આવક વધી, ચાંણોદ ઘાટના 93 પગથિયા પાણીમાં ડૂબ્યા, વીડિયોમાં જુઓ આજનો નજારો

નર્મદા નદીમાં પાણીની આવક વધી, ચાંણોદ ઘાટના 93 પગથિયા પાણીમાં ડૂબ્યા, વીડિયોમાં જુઓ આજનો નજારો

ચાંણોદની નર્મદા નદી

Narmada water level: નર્મદા નદીના પાણીમાં સતત વધારો થતા પોલીસ અને ડિઝાસ્ટર તંત્ર તેની પર સતત નજર રાખી રહી છે. હાલ ગામના લોકોને તંત્ર દ્વારા સતર્ક કરી દેવામાં આવી છે.

    વડોદરા : રાજ્યમાં (Gujarat) છેલ્લા થોડા દિવસથી ભારેથી અતિભારે વરસાદ (Gujarat rain) વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં (Narmada River) પણ પાણીની આવક થઇ છે. ભારે વરસાદ વરસતા ચાંદોદ નજીક નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે, ચાંદોદ મલ્હારાવ ઘાટના 108 પગથિયામાંથી 93 પગથિયા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તંત્રએ નદીકાંઠાના વિસ્તારોમાં ન જવા માટે તાકીદ કરી છે. નદીનું જળ સ્તર વધતા આસપાસના ચાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

    મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નર્મદા નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે. ચાંદોદ પાસેથી પસાર થતી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ નર્મદા નદી પાસે ચાંદોદ, નંદેરીયા, ભીમપુરા અને કરનાળી ગામ આવેલા છે. જેના કારણે પાણીમાં સતત વધારો થતા પોલીસ અને ડિઝાસ્ટર તંત્ર તેની પર સતત નજર રાખી રહી છે. હાલ ગામના લોકોને તંત્ર દ્વારા સતર્ક કરી દેવામાં આવી છે.

    Live: આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

    સરદાર ડેમના તમામ દરવાજા ખોલાયા


    હાલ સરદાર સરોવર ડેમના તમામ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ રીતે નર્મદા નદીમાં કુલ (દરવાજા + પાવરહાઉસ) 5,72,000 ક્યુસેક પાણીની જાવક છે. નદીમાંથી વધારે માત્રામાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.


    હવામાન વિભાગની આગાહી


    હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં (Gujarat rain update) આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, નર્મદા, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन