નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાનાં 25 ગામોને સતર્ક કરાયા

નર્મદા ડેમમાંથી (Narmada Dam) 10 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડાશે જેના કારણે વડોદરા (Vadodara) જિલ્લાનાં 25 ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.

News18 Gujarati
Updated: September 10, 2019, 3:25 PM IST
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાનાં 25 ગામોને સતર્ક કરાયા
નર્મદા ડેમની તસવીર
News18 Gujarati
Updated: September 10, 2019, 3:25 PM IST
ફરીદખાન પઠાણ, વડોદરા : મધ્યપ્રદેશનાં ઇન્દિરાસાગર ડેમનાં 12 દરવાજા તથા ઓમકારેશ્વર ડેમનાં 16 દરવાજા ખોલ્યાં છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમનાં 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. નર્મદા ડેમની હાલની સપાટી 136.43 મીટર ઉપર પહોંચી ગઇ છે. નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડાશે જેના કારણે વડોદરા જિલ્લાનાં 25 ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો  : સુરત : ખોલવાડ પાસેની ખાડીમાં યુવક બાઇક સાથે તણાયો, શોધખોળ ચાલુ

અફવાઓ પર ધ્યાન ન આપશો

વડોદરાનાં કલેક્ટર શાલિની અગ્રવાલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે સવારથી જ આજવા ડેમ અને સાબરમતી નદીની પાણીની સપાટી પર નજર રાખી રહ્યાં છીએ. હાલ કોઇને ગભરાવવાની જરૂર નથી.  હું તમારા માધ્યમથી વિનંતી કરૂં છું કે કોઇપણ અફવામાં આવીને ગભરાવવાની કે પેનિક થવાની જરૂર નથી. અમે લોકો પાણીની સપાટી અને વરસાદનું મોનિટરીંગ કરી રહ્યાં છે અને આગોતરા આયોજન કરી રહ્યાં છે. લોકોને  જરા પણ ગભરાવવાની જરૂર નથી. નર્મદા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે એટલે વડોદરા જિલ્લાનાં 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ડભોઇ તાલુકાનાં ત્રણ, શિનોરનાં 11 અને કરજણ તાલુકાનાં 11 ગામોને સતર્ક કરાયાં છે. ત્યાં તંત્રની ટીમ નિરીક્ષણ કરી રહી છે, હજી સુધી ક્યાંય લોકોનું સ્થળાતંર કરાવવાની જરૂર નથી પડી.

આ પણ વાંચો  : રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભરૂચ પાસે 250 જેટલા લોકોનું સ્થળાંતર
Loading...

નોંધનીય છે કે નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 6.5 લાખ ક્યૂસેક પાણીને કારણે ભરૂચનાં ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 30 ફૂટે પહોંચી ગઇ છે. જેને પગલે નર્મદા નદી કાંઠા અને આલિયાબેટ પરથી અત્યાર સુધીમાં આશરે 250 જેટલા લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...