Home /News /madhya-gujarat /

નફીસા આત્મહત્યા કેસ: પ્રેમી રમીઝ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

નફીસા આત્મહત્યા કેસ: પ્રેમી રમીઝ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

ચાર દિવસ પહેલા નફીસાએ આપઘાત કરી લીધો હતો.

Nafisa Khokhar suicide: ચાર દિવસ પહેલા તાંદલજાની નફીસા ખોખરે (Nafisa Khokhar) ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નફીસાએ આ પહેલા અમદાવાદ ખાતે જઈને બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

    વડોદરા: લગ્નનું વચન આપ્યા બાદ પ્રેમીએ તરછોડી દેતા ચાર દિવસ પહેલા વડોદરાની યુવતીએ આપઘાત (Vadodara girl suicide) કરી લીધો હતો. આ કેસમાં જે.પી. પોલીસે (J.P. Police station) પ્રાથમિક તપાસ બાદ મૃતક નફીસા ખોખર (Nafisa Khokhar)ના પ્રેમી રમીઝ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાન ગુનો દાખલ કર્યો છે. જે.પી. પોલીસે આ કેસમાં પ્રાથમિક તપાસ કર્યાં બાદ ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદથી આરોપી રમીઝ ફરાર થઈ ગયો છે. આરોપીની ધરપકડ કરવા માટે વડોદરા પોલીસે (Vadodara police) ખાસ ટીમ બનાવી છે. આ ઉપરાંત વડોદરા પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad crime branch)ની પણ મદદ લીધી છે. પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે નફીસાએ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) ખાતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, જે તે સમયે પોલીસે તેણીને બચાવી લીધી હતી. આ પહેલી નફીસા દાણીલીમડા પોલીસ મથકે (Danilimda police station) પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપવા ગઈ હતી તેવી પણ માહિતી મળી છે.

    શું હતો આખો બનાવ?


    25 ફેબ્રુઆરી, 2021ના રોજ અમદાવાદની આયેશા નામની એક યુવતીએ રિવરફ્રન્ટ (Ayesha Suicide case) ખાતે વીડિયો રેકોર્ડ કરીને આપઘાત કરી લીધો હતો. આ બનાવે આખા દેશમાં ચર્ચા જગાવી હતી. આ કેસમાં તાજેતરમાં જ તેના આરોપી પતિને 10 વર્ષની જેલની સજા પડી છે. બે દિવસ પહેલા આવો જ એક બનાવ વડોદરા શહેર (Vadodara Nafisa suicide case)માં બન્યો હતો. જેમાં યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવતીના પરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે નફીસા અમદાવાદના એક યુવકના પ્રેમ સંબંધ (Love Matter)માં હતી.

    અમદાવાદની આયેશાએ આપઘાત પહેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીડિયો રેકોર્ડ કર્યો હતો. નફીસાએ પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીડિયો રેકોર્ડ કરીને વડોદરા ખાતે આપઘાત કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ચાર દિવસ પહેલા તાંદલજાની નફીસા ખોખરે (Nafisa Khokhar) ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નફીસાએ આ પહેલા અમદાવાદ ખાતે જઈને બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

    આ પણ વાંચો: અમદાવાદ: ચાર કિલો ચરસ સાથે મુંબઈના યુવકની ધરપકડ

    નફીસાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે નફીસાએ અમદાવાદમાં રહેતો શેખ રમીઝ અહેમદ નામના યુવકના પ્રેમમાં આવું પગલું ભર્યું છે. 25 વર્ષીય નફીસા તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી હતી.

    આપઘાત વિશે પરિવારે શું કહ્યું?


    આપઘાતના કારણ વિશે યુવતીના પરિવારજોએ જણાવ્યું કે, નફીસા અમદાવાદના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. યુવતી અમદાવાદ યુવકના ઘરે જતી હતી અને ત્યાં રોકાતી પણ હતી. યુવક રમીઝ પણ અમદાવાદ આવતો હતો અને રોકાતો હતો. બંને લગ્ન પણ કરવાના હતા. જોકે, રમીઝના પરિવારજનો લગ્નની વાત પરથી ફરી જતા નફીસા આઘાતમાં આવી ગઈ હતી. આ કારણે તેણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

    આ પણ વાંચો: મોર્નિંગ વોક માટે નીકળેલા યુવાનને મળ્યું મોત


    નફીસાએ વીડિયોમાં શું કહ્યું?


    નફીસા વીડિયોમાં જણાવી રહી છે કે, "મને ઘરની કે ઘાટની નથી રાખી. મારી ખૂબ ખરાબ હાલત કરી નાખી છે. ચાર દિવસથી તને શોધી રહું છું. મેં પોલીસને પણ નથી જણાવ્યું. તું ખૂબ ખોટું કરી રહ્યો છે. હું તારા ઘરે ગઈ હતી. તારા ભાઈ, તમારા મમ્મી-પપ્પા હતા. તે આટલા બધા વચનો આપ્યા અને ફરી ગયો. છોકરી સાથે આવું ન કરવું જોઈએ. રમીઝ તે મારી સાથે ખૂબ ખોટું કર્યું છે. લગ્નનું વચન આપીને મારો ઉપયોગ કરતો રહ્યો, તું આવ્યો નહીં. તારે આવું કરવાની જરૂર ન હતી."
    Published by:Vinod Zankhaliya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन